________________
સદ્ભાવ માનવામાં આવ્યે છે, તે કારણે પ્રવાહરૂપે ત્યાં તીર્થંકર આદિનુ અસ્તિત્વ હાવાને કારણે સમ્યકૂશ્રુતમાં તે અપેક્ષાએ અનાદિ અનતતા ઘટાવી શકાય છે. (૨)
કાળની અપેક્ષાએ જ્યારે સભ્યશ્રુતમાં સાદિ સાંતતા અને અનાદિ અનંતતાના વિચાર કરવામાં આવે છે ત્યારે ફલિતાર્થે એ નિકળે છે કે ઉત્સર્પિણી કાળના દુષ્પમસુષમાં તથા સુષમદુષમા, એ એ આરામાં થાય છે, બાકીનામાં નહીં. એ જ રીતે અવસર્પિણીના સુષમદુષમા, દુમસુષમા, તથા દુષમા એ ત્રણે આરામાં થાય છે, ખાકીના આરામાં નહીં. આ રીતે એ બન્ને ઉત્સર્પિ`ણી અને અવસર્પિણીકાળની અપેક્ષાએ તેમાં સાદિ સાંતતા આવે છે. જયાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળ કાળ નથી એવાં મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તેમાં સદા અવસ્થિત હોવાને કારણે તેની અનાદિ અનંતતા મનાય છે. એજ વાત સૂત્રકાર " नो उस्सप्पिणि नो ओ सप्पिणिं च यदुच्च अणाइयं अपज्जवसिय (नो उत्सर्पिणी नो अवसर्पिणीं च प्रतीत्य अनादिकम् अपर्यवसितम् ") આ પદ્મ દ્વારા પ્રગટ કરી છે.
ભાવની અપેક્ષાએ સાઢિ સાંનતા તથા અનાદિ અનંતતા અહી આ રીતે આવે છે કે જે પરંપરારૂપે જિનદેવા દ્વારા પ્રજ્ઞપ્ત જીવાદિક પદાથ નિષક્ષિત કોઈ તીર્થંકર આદિ દ્વારા પૂર્ણાહૂ આદિ જે સમયમાં સામાન્ય વિશેષરૂપે કહેવાય છે, ભેદકથન સહિત સમજાવાય છે, ભેદોનું સ્પષ્ટ કરીને બતાવાય છે, તથા ઉપમાન ઉપમેય ભાવપૂર્વક સ્પષ્ટરૂપે પ્રકાશિત કરાય છે, અને હેતુ, દૃષ્ટાંત દ્વારા સમર્થિત કરાય છે, તથા ઉપનય અને નિગમન દ્વારા શિષ્યની બુદ્ધિમાં દંતર રીત ઠસાવવામાં આવે છે ત્યારે તે પદાર્થોની પ્રરૂપણા કરવામાં પ્રજ્ઞાપકના ઉપચેગ, સ્વર, પ્રયત્ન અને આસન આદિ ભાવમાં ભેદ આવી જવાને કારણે તથા પ્રતિસમય એ પદાર્થોમાં પણ પરિવર્તન થતું રહેતુ હોવાથી
શ્રી નન્દી સૂત્ર
૨૦૮