________________
દષ્ટિ જીવ જ્યારે તેને સર્વ પ્રથમ પાઠ કરશે ત્યારે તે સભ્યશ્રત કહેવાશે. આ રીતે સમ્યફદષ્ટિ એક જીવની અપેક્ષાએ તેમાં સાદિતા આવે છે. જ્યારે જીવને સમકિત થઈને છૂટી જાય છે, અને તે મિથ્યાત્વ દશાવાળ બની જાય છે ત્યારે, અથવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા છતાં પણ જે પ્રમાદથી કે પ્લાન અવસ્થામાં પતિત થઈ જવાને કારણે, કે મૃત્યુની સંભાવનામાં આવી જવાને કારણે તે જીવ જ્યારે તેને ભૂલી જાય છે, કે કેવળજ્ઞાન પેદા થવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે, ત્યારે તે સમ્યકુશ્રુત અંત સહિત પણ માનવામાં આવ્યું છે. તે અવસ્થામાં તે જીવની અપેક્ષાએ સમ્યકકૃતનું અસ્તિત્વ રહેતું નથી. આ પ્રકારે એક સમ્મદણી જીવની અપેક્ષાએ તે શ્રતની પ્રાપ્તિ થવાને કારણે અને તેના દ્વારા મિથ્યાત્વ આદિ અવસ્થામાં પરિફત થવાને કારણે સમ્યક શ્રતમાં સાદિ સાંતતા હોય છે. હવે સૂત્રકાર સમ્યકૃતમાં વિવિધ જીવની અપેક્ષાએ અનાદિ અનંતતા પ્રગટ કરતા કહે છે-જ્યારે સભ્યશ્રતને વિચાર વિવિધ પુરુષોની અપેક્ષાએ કરવામાં આવે છે ત્યારે તેમાં અનાદિ અનંતતા જ આવે છે. તે આ પ્રકારે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં કઈને કઈ પુરુષ આ સભ્યશ્રતને ધારક બની રહે છે જ, તેથી પ્રવાહરૂપે વર્તમાન રહેવાને કારણે કાળની જેમ તે અનાદિ અનંતરૂપ મનાય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ સમ્યકકૃતમાં કંઈક સાદિ સાંતતા અને કંઈક અનાદિ અનંતતા સૂત્રકારે પ્રગટ કરી છે. (૧)
- હવે ક્ષેત્રની અપેક્ષાએ તેને સ્પષ્ટ કરે છે–પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણીકાળના સુષમક્ષમા આરાના અંતે, તથા ઉત્સર્પિ. ણીના દુષમ સુષમા આરાના પ્રારંભમાં તીર્થકર, ધર્મ અને સંઘની સર્વ પ્રથમ ઉત્પત્તિ થાય છે, તે અપેક્ષાએ આ સમ્યકૃત સાદિ છે. અને એકાંતતઃ દુઃખ સ્વરૂપ દુષમાદિ કાળમાં તીર્થકર આદિને સર્વથા અભાવ થઈ જાય છે. તે કારણે આ સમ્યકકૃત–પર્યવસિત-અંત સહિત પણ છે, તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચતુર્થ કાળ વર્તમાન રહે છે. એ અપેક્ષાએ ત્યાં તીર્થકર આદિને સદા
શ્રી નન્દી સૂત્ર
૨૦૭