________________
સમ્યકુશ્રુતમાં સાદિ સાંતતા હોય છે, અને પ્રવાહરૂપે અનાદિ અને અપર્યવસિત રૂપ ક્ષારોપથમિક ભાવને લીધે સમ્યકકૃતમાં અનાદિ અનંતતા હોય છે. અથવા અહીં ચતુર્ભગી પણ બને છે જે આ પ્રમાણે છે–(૧) સાદિ સાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત તથા (૪) અનાદિ અનંત. પ્રથમ ભંગ કેવી રીતે ઘટિત થાય છે તે સૂત્રકાર કહે છે-“અવા. ” ઈત્યાદિ
જે જીવ ભવસિદ્ધિક (એક ભવે અથવા અનેક ભવે સિદ્ધિને પ્રાપ્ત કરનાર) છે તેનામાં સમ્યકૃતની ઉત્પત્તિ સમ્યકત્વને લાભ થતા થાય છે, એ અપેક્ષાએ સમ્યફકૃતની પ્રારંભતા ત્યાં આવે છે, તથા જ્યારે તે મિથ્યાત્વ દશામાં આવી જાય છે, અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિથી વિશિષ્ટ બની જાય છે ત્યારે એ અવસ્થામાં ત્યાં સમ્યફથત રહેતું નથી, તેને તેનામાં અભાવ થઈ જાય છે, તે કારણે તે રૂપે સમ્યકશ્રુતને ત્યાં અંત માની લેવાય છે. આ પહેલો ભંગ છે. (૧)
બીજો ભંગ શૂન્ય છે, કારણ કે ભલે મિથ્યાશ્રત હોય કે સમ્યકકૃત હાય, પણ એવું કઈ શ્રત નથી જે સાદિ હોવા છતાં અપર્યવસિત થઈ જાય. સમ્યકશ્રુત મિથ્યાત્વની પ્રાપ્તિ થતાં, અથવા કેવળજ્ઞાન પેદા થતાં નિયમથી જ નાશ પામે છે. જ્યારે જીવને સમ્યકૂશ્રત પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાશ્રત પણ ચાલ્યું જાય છે. (૨) ત્રીજો ભંગ મિથ્યાશ્રતની અપેક્ષાએ સમજવો, જેમકે કઈ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવને જ્યાં સુધી સમ્યક્ત્વને લાભ થયો નથી ત્યાં સુધી તેને લાગેલું મિથ્યાશ્રત અનાદિ જ માનવામાં આવ્યું છે, પણ જેવું તે આત્માને સમકિત પ્રાપ્ત થાય છે કે તરત જ તે મિથ્યાશ્રુત નાશ પામે છે. તે અપેક્ષાએ એ ત્રીજો ભંગ અનાદિ સાત બની જાય છે. (૩) હવે ચે ભંગ કહે છે-“જમવવિદિય ” ઈત્યાદિ. જે અભવ્યજીવ હોય છે તેમનું મિથ્યાશ્રત અનાદિ અનંત હોય છે, કારણ કે તે અભવ્ય જીવમાં કઈ પણ સમયે સમ્યકત્વ આદિ ગુણેને લાભ થતું નથી. તેથી તે અપેક્ષાએ તેમનામાં મિથ્યાશ્રુતની
શ્રી નન્દી સૂત્ર
૨૦૯