________________
વાંચી લીધા છે એ જીવ નિયમથી સમ્યગદષ્ટિ જ હોય છે, મિથ્યાદષ્ટિ નહીં. કારણ કે મિથ્યાદષ્ટિ જીવ સંપૂર્ણ દશપૂર્વને અભ્યાસી થઈ શકતું નથી, એ નિયત છે. જે પ્રકારે અભવ્યજીવ રાગદ્વેષરૂપી ગ્રન્થિદેશ સુધી આવીને પણ તેને ભેદી શકતું નથી, કારણ કે તેને સ્વભાવજ કંઈક એવું હોય છે કે જે કારણે તેનાથી તે ગ્રથિને ભેદવાનું બની શકતું નથી. રાગદ્વેષરૂપી આ ગ્રંથિને નાશ તે જે જીવ સમ્યગૃષ્ટિ હોય છે તેઓજ કરે છે. આ રીતે મિથ્યાદષ્ટિ જીવ પણ કૃતનું અધ્યયન કરવા છતાં પણ તેને ત્યાં સુધી અભ્યાસ કરી લે છે કે જેથી તે દશપૂર્વના પાઠી કરતાં કંઈક ન્યૂન થઈ શકે છે, પણ તે છતાં તેનું મિથ્યાત્વ જતું નથી, તેથી તે કારણે તે સંપૂર્ણ દશપૂર્વને પાઠી બની શકતે નથી. જે સંપૂર્ણ દશપૂર્વના પાઠી લેતા નથી, તેમનામાં સભ્યશ્રતની ભજના છે. એટલે કે તેમનામાં કયારેક સભ્યશ્રત અને કયારેક મિથ્યાશ્રુત હોય છે. તેનું તાત્પર્ય એ છે કે જે સમ્યગૃષ્ટિ જેમાં પ્રથમ આદિ ગુણ મેજૂદા હેય તેઓ કદાચ સંપૂર્ણ દશપૂર્વના પાઠી ન હોય તે પણ તેમનું જેટલું પણ શ્રત છે તે બધું સમ્યફથુત છે. તથા જે જીમાં મિથ્યાત્વ ભરેલ છે એવા જે મિથ્યાદૃષ્ટિ જીવ છે તેમનું જેટલું પણ શ્રુત છે તે બધું મિથ્યાશ્રુત છે. સમ્યક્દષ્ટિ જીવના કૃતને સમ્યકકૃત કહેવાનું કારણ એ છે કે તે પદાર્થનાં
સ્વરૂપને યથાર્થ રૂપે જાણે છે. તથા મિથ્યાદષ્ટિ જીવ પદાર્થનાં સ્વરૂપને મિથ્યાત્વના પ્રભાવે યથાર્થરૂપે જાણતા નથી, તેથી દશપૂર્વ કરતાં થોડા જૂનનાં પાઠી બે જેમાં એકનું શ્રુત સમ્યકૃત, તથા બીજાનું શ્રત મિથ્યાશ્રુત કહ્યું છે. તેથી દશપૂર્વ કરતાં કંઈક ન્યૂનના પાઠી માં સભ્યશ્રતની ભજના દર્શાવવામાં આવી છે. આ રીતે અહીં સુધી સમ્યકશ્રુતનું વર્ણન થયું. હવે સૂત્રકાર સૂત્રમાં આવેલ “અવં”િ આદિ વિશેષણપદેની સાર્થકતા પ્રગટ કરે છે–
શ્રી નન્દી સૂત્ર
૨૦૦