________________
શંકા–સૂત્રમાં જે “અgિ” એવું પદ સૂત્રકારે મૂકયું છે, તે એ એક પદથી જ ભાગવદુરૂપ અર્થને બંધ થઈ જાય છે. તે પછી “મા?િ આ વિશેષણને સ્વતંત્રરૂપે સૂત્રમાં કેમ ગ્રહણ કર્યું છે?
ઉત્તર--કેટલાક એવાં પ્રાણીઓ છે જે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની માન્યતાને લીધે એવું કહે છે કે મુક્તજીવ અનાદિ કાળથી સિદ્ધ છે અને તેમને અહંત પદવાણ્ય માન્ય છે. જેમ કે
જ્ઞાનમતિઘં, વસ્ત્ર, વૈરાગ્ય જગત્પત
ऐश्वर्य चैव, धर्मश्च सह सिद्धं चतुष्टयम् " ॥१॥
અપ્રતિઘ-અનંત-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર વાત જગત્પતિ પ્રભુમાં સ્વાભાવિક રીતે સિદ્ધ છે, તે એવા અનાદિ સિદ્ધ પરમાત્માનું અહીં “માવહિં પદથી ગ્રહણ થયું નથી, એ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકારે સૂત્રમાં “માવતેહિં” એ પદ મૂકયું છે. “માવત” પદથી એવા પર માત્માનું પાર્થક્ય એ કારણે થઈ જાય છે કે અનાદિ સિદ્ધ અતમાં શરીરને અભાવે સમગ્ર રૂપશાલીતા આવતી નથી, કારણ કે જે અનાદિ સિદ્ધ અહંત હશે તેમનામાં રાગાદિકનાં કાર્યરૂપ શરીર કેવી રીતે હેઈ શકે ! જે તેઓને શરીર હોય છે એમ માનવામાં આવે છે તેમાં રાગાદિકનો અભાવ અને અનાદિ સિદ્ધતા માની શકાય નહીં, પણ એવી માન્યતા તે નથી, ત્યાં તે રાગાદિકને અભાવ માનવામાં આવ્યો જ છે, તેથી તે નક્કી થાય છે કે અનાદિ સિદ્ધ અહંત ભગવન્ત બની શકતા નથી, પણ જે સાદિ સિદ્ધ અહંત હશે તે જ ભગવંત બની શકશે, એ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં માવતેટુિંઆ પદ સ્વતંત્ર રીતે મૂક્યું છે !
શંકા–જે અનાદિસિદ્ધ અહંત પરમાત્મા બીજા લોકોએ માન્યા છે તેઓ ભગવંત પણ બની શકે છે, કારણ કે તેમને જ્યારે શરીર નિર્માણ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેઓ શરીરનું નિર્માણ કરી લે છે, છતાં આપ તેમનામાં ભગવ
શ્રી નન્દી સૂત્ર
૨૦૧