________________
સમ્યદ્ભુત ભેદ વર્ણવમ્
હવે સૂત્રકાર સમ્યફથતનું વર્ણન કરે છે–તે જિં તં સફળં? ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! પૂર્વવર્ણિત સમ્યકશ્રુતનું શું સ્વરૂપ છે?
ઉત્તર–પૂર્વવર્ણિત સભ્યશ્રુત એ છે જે ભગવાન-(૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) રૂપ (૩) યશ (૪) લક્ષ્મી (જ્ઞાનાદિ લબ્ધિ) (૫) ધર્મ અને (૬) પ્રયત્ન એ છ અર્થોથી યુક્ત તથા અનંત જ્ઞાન અનંત દર્શનશાલી, તથા ગેલેકયે દ્વારાભવનપતિ, વ્યન્તર, નર, વિદ્યાધર, તિષ્ક અને વૈમાનિક દેવે દ્વારા–નિરીક્ષિત એટલે કે મને રથના પરિપૂર્ણ થવાના નિશ્ચયથી પ્રાપ્ત આનંદ-વિકસિત લેનથી આલેકિત, મહિત અનન્ય સાધારણ ગુણત્કીર્તન પૂર્વક પ્રશંસિત, પૂજિત=વીતરાગની પુષ્પાદી સામગ્રીથી કરાતી સાવદ્ય પૂજા નિષિદ્ધ હવાને કારણે પ્રશસ્ત ભાવયુક્ત શરીરથી નમત, એવા અરિહંત પ્રભુ દ્વારા અર્થકથન પ્રરૂપિત થયું છે. તે અહંત પ્રભુ ભૂત, વર્તમાન તથા ભવિષ્યકાળ સંબંધી સઘળા પદાર્થોના જ્ઞાતા, તથા સર્વજ્ઞ–સમસ્ત પ્રત્યેના પ્રદેશના તથા તેમની પર્યાયોના જાણનારા, અને સર્વદર્શી-ત્રિલોકવર્તી સમસ્ત જીવરાશિને પિતાની જેમ દેખનારા હોય છે. સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થકર પ્રભુએ જેનું અર્થપૂર્વક પ્રરૂપણ કર્યું છે તે દ્વાદશાંગગણિ પિટક છે. તેને ગણિપિટક તે કારણે કહ્યું છે કે તે ગણ–આચાર્યનું પિટક-પેટીના સમાન ગણાય છે. તે આ પ્રમાણે છે –
(૧) આચારાંગ, (૨) સૂત્રત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહપ્રજ્ઞપ્તિ ભગવતી સૂત્ર, (૬) જ્ઞાતા ધર્મકથાગ (૭) ઉપાસક દશાંગ (૮) અન્નકૃત દશાંગ (૯) અનુત્તરાયપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (૧૧) વિપાકશ્રુત સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ. આ ચૌદ પૂર્વ ધારિકા ગણિપિટક રૂપ દ્વાદશાંગ સમ્યફથત છે. તેનું તાત્પર્ય એ છે કે ચૌદ પૂર્વ પાઠીના સામાયિક આદિથી લઈને બિન્દુસાર સુધી જેટલાં શ્રત છે તે સમ્યકશ્રત છે. આ પ્રકારે પશ્ચાનુપૂર્વીથી ઓછામાં ઓછા અભિન દશ પૂર્વધારીના–સમસ્ત દશ પૂર્વ પાઠીનું શ્રત છે તે પણ સભ્યશ્રત છે, કારણ કે એ સંપૂર્ણ દશપૂર્વ નિયમથી સમ્યગુદષ્ટિ જીવને હોય છે-
મિથ્યાષ્ટિને નહીં. તેનું તાત્પર્ય એ છે કે પૂરા દશ પૂર્વશ્રુતને જેણે
શ્રી નન્દી સૂત્ર
૧૯૯