________________
જે તત્પર રહે તેજ મારાં સમ્યગુદષ્ટિવની શોભા છે. અન્યથા હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિનો અભાવ હોવાથી મારામાં વાસ્તવિક રીતે સમ્યગુદષ્ટિવને અગ જ માનવામાં આવશે. કહ્યું પણ છે–
તજ્ઞાનવ 7 મતિ, યમનુદ્દિતે વિમતિ રામના
तमः कुतोऽस्ति शक्ति,-दिनकर किरणाग्रतः स्थातुम् "॥१॥ તે જ્ઞાનથી જીવને લાભ જ છે હોઈ શકે કે જે હોવા છતાં પણ તે આત્મામાં રાગાદિકેને સદ્ભાવ ટકી રહે. સૂર્યના સદ્દભાવમાં અંધકારને સદૂભાવ કેવી રીતે હોઈ શકે ? | ૧
અસંશ-શ્રતના ક્ષપશમથી-મિથ્યાશ્રુતના ભાવથી–જીવ અસંજ્ઞી મના છે. તેનું તાત્પર્ય એ છે કે દષ્ટિવાદની અપેક્ષાએ સમ્યગદષ્ટિ જીવ સંજ્ઞી તથા મિથ્યાદષ્ટિ જીવ અસંસી કહેવાય છે.
શંકા–સૂત્રકાર સૂત્રમાં સૌથી પહેલાં હેતૂપદેશથી સંસી જીવનું કથન કરવું જોઈતું હતું, કારણ કે આ કથનની દૃષ્ટિએ અલ્પલબ્ધિયુક્ત કન્દ્રિયાદિક જીવ પણ સંજ્ઞી રૂપે સિદ્ધ થઈ જાય છે. આ વાત સૂત્રકારે પણ માન્ય કરી છે. હેતૂપદેશની અપેક્ષાએ જે જીવ સંશી તરીકે સ્વીકાર્યા છે તેમને અવિશુદ્ધતર માન્ય છે, કારણ કે તે મનઃ પર્યાપ્તિયુક્ત હતા નથી. તેના કરતાં કાલિકી ઉપદેશથી જે જીવ સંશી કહેવાયા છે તે વિશુદ્ધતર માન્યું છે, કારણ કે તે મન ૫ર્યાપ્તિયુક્ત બતાવેલ છે, તેથી સૂત્રકારે આ કમ ન રાખતા જે કાલિકી ઉપદેશથી સંસી જીવનું પ્રથમ કથન કર્યું તે ઉત્ક્રમ છે. એવું કેમ કર્યું?
ઉત્તર–શંકા ઠીક છે, પણ અહીં સૂત્રમાં સૂત્રકારે જે એવું કથન કર્યું છે, તેને ભાવાર્થ એ છે કે સંસી અને અસંસીને ઉલ્લેખ જ્યાં થયો હોય ત્યાં એજ કાલિકી ઉપદેશની અપેક્ષાએ થયેલ છે. હેતુપદેશ તથા દૃષ્ટિવાદના સંજ્ઞી તથા અસંજ્ઞીપણાને વિચાર કરાયે નથી.
એટલે કે જે કઈ જગ્યાએ જીવને સંજ્ઞી તથા અસંજ્ઞી માનવામાં આવ્યો છે, તે કાલિકી ઉપદેશથી જ માનવામાં આવ્યો છે તેમ સમજવું. હેતુપદેશ તથા દૃષ્ટિવાદની અપેક્ષાએ નહીં. એજ વાતને સમજાવવાને માટે સૂત્રકારે સૂત્રમાં સૌથી પહેલાં કાલિકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞી જીવનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ અપ્રધોન હોવાથી હેતુપદેશની અપેક્ષાએ અને સર્વ પ્રધાન હોવાથી અને દૃષ્ટિવાદની અપેક્ષાએ સંજ્ઞી જીવનું કથન કર્યું છે. આ રીતે અહીં સુધી સંજ્ઞીકૃત અને તેના સંબંધથી અસંન્નિશ્રુતનું વર્ણન થયું. | સ ૩૯ |
શ્રી નન્દી સૂત્ર
૧૯૮