________________
આ કથનથી કેઈ પણ જીવ અસંશી સિદ્ધ થતું નથી તે “અસંજ્ઞી જીવ છે” એ વાત કેવળ અસંબદ્ધ જ માનવી જોઈએ, કારણ કે આ રીતે કોઈ પણ અસંજ્ઞી જીવ હોતા નથી ?
ઉત્તર–કથનને નહીં સમજવાને કારણે આ પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે. સંજ્ઞી શબ્દના અર્થને જ્યાં વિચાર કરાવે છે, ત્યાં આ દશ પ્રકારની સંજ્ઞાનો સંબંધ વિવક્ષિત નથી. કારણ કે કઈ કઈ સંજ્ઞાઓ ત્યાં અલભ્ય પણ હોય છે, જેમકે ઓઘ સંજ્ઞા. જે આ સંજ્ઞાઓને લીધે સંજ્ઞી જીવ માનવામાં આવે તે ઘસંજ્ઞાની અલ્પતામાં ત્યાં સંજ્ઞીપણું આવી શકે નહીં. માત્ર એક કેડી ધન હોય તે એ કઈ જીવ સંસારમાં ધનિક મનાય નહીં. આહાર, ભય, પરિગ્રહ, મિથુન આદિ સંજ્ઞાઓના સંબંધને લીધે પણ જીવમાં “સંજ્ઞી” એવા પ્રકારને નિર્દેશ કરાયો નથી, કારણ કે એ સંજ્ઞાઓ મહાદિજન્ય હોવાથી સામાન્યરૂપ છે, તથા અશોભન છે. જેમ લાકમાં સામાન્યરૂપને લીધે કોઈ પ્રાણ રૂપાળું કહેવાતું નથી, એજ પ્રકારે સામાન્યરૂપવાળી–સામાનરૂપે સઘળા છવામાં દેખાતી એ આહાર આદિ સંજ્ઞાઓના સંબંધથી કોઈ પણ જીવને સંસી બતાવ્યો નથી, તેથી જેમ વધારે દ્રવ્યના સદૂભાવથી પ્રાણી ધનવાન મનાય છે, તથા પ્રશસ્તરૂપ હોવાથી રૂપાળું ગણાય છે એજ પ્રકારે અહીં પણ મહતીવિશિષ્ટ અને શોભન-સુંદર સંજ્ઞાથી એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ જન્ય જે મને જ્ઞાનરૂપ સંજ્ઞા છે તેના વડે જે જીવ યુક્ત હોય છે તેને સંજ્ઞી કહેલ છે. આ મને જ્ઞાનરૂપ સંજ્ઞા મહતી અને શેભનીય છે, તેથી તે સંજ્ઞા જે જીમાં જોવા મળે છે તે જીવે જ શાસ્ત્રકારની દષ્ટિએ સંજ્ઞી રૂપે પ્રરૂપીત થયાં છે, બીજી સંજ્ઞાઓના સંબંધથી નહીં.
શિષ્ય સંશ્રિતના ભેદ પૂછે છે-હે ભદન્ત! કાલિકી ઉપદેશના સંબંધથી સંસી જીવનું શું સ્વરૂપ છે ? શિષ્યના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે–દીર્ધકાલિની સંજ્ઞાનું નામ કાલિકી છે, એ કાલિકીના કથનથી જે સંસી જીવ કહેવાયા છે તેમનું શું સ્વરૂપ છે-તેઓ કેવાં હોય છે?
ઉત્તર–કાલિકીના ઉપદેશના સંબંધથી સંસી જીવ તે છે કે જેમને ઈહા આદિ જ્ઞાન હોય છે. (૧) સદાર્થની પર્યાલચનાનું નામ ઈહા છે. (૨) વસ્તુને નિર્ણય થવે તે અહ છે (૩) “નાળT' શબ્દને અર્થ છે–વસ્તુમાં અન્વયધર્મની ગવેષણ કરવી જેમકે-“આ અમુક વસ્તુ જ છે, કારણ કે તેમાં તેની સાથે સંબંધ રાખનાર અમુક અમુક ધર્મ મળે છે. (૪) “ગવેષણા” શબ્દને અર્થ છે–વ્યતિરેક ધર્મોનાં સ્વરૂપની વસ્તુમાં પર્યાચના કરવી. “આ કેવી રીતે થયું છે. આ સમયે આ કયા પ્રકારનું છે, આગળ કેવી રીતે હશે. આ પ્રકારની વિચાર ધારાનું નામ ચિંતા છે. (૫) આ રીતે ઘટાવી શકાય છે, પહેલાં પણ આ રીતે જ ઘટિત થયું હતું, આગળ પણ તે આ રીતે જ ઘટાવી શકાશે ?” આ રીતે વસ્તુનું જ સ્વરૂપ છે તેને નિર્ણય લેવો તે “વિમર્શ' છે (૨) એ બધી વાત જેમનામાં જોવા મળે છે તેઓ સંગીજીવ છે. એ સંજ્ઞીજીવ
શ્રી નન્દી સૂત્ર
૧૯૫