________________
ગર્ભજન્મવાળા પુરુષ તથા તિર્યંચ અને ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકી હોય છે. એ બધાને મન:પર્યાપ્તિ હોય છે, અને તે વડે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી વસ્તુને વિચાર આદિ કરી શકે છે. આ
એ સંજ્ઞીજીવ સામાન્ય રીતે સમસ્ત પદાર્થોને સ્કુટરૂપે જાણી લે છે. જેમ સારી નજરવાળી વ્યક્તિ પ્રદીપાદિના પ્રકાશની મદદથી પદાર્થોને તાદશ્ય સ્વરૂપે જાણી લે છે એજ પ્રકારે લબ્ધિસંપન્ન પ્રાણી મને દ્રવ્યને આધારે ઉત્પન્ન વિમર્શને કારણે પૂર્વોપરાનું સંધાનપૂર્વક યથાવસ્થિત પદાર્થને સ્કુટરૂપે જાણે છે. તેનું તાત્પર્ય એ છે કે જે પ્રાણી મને જ્ઞાનનું આવરણ કરનાર કર્મના ક્ષપશમને કારણે મને લબ્ધિયુક્ત થઈને મનોગ્ય અનંત સ્કંધને મનવગણાઓથી ગ્રહણ કરીને તેમને મનરૂપથી પરિણમાવીને ચિન્તનીય જાણવાગ્ય–વસ્તુને જાણે છે તે કાલિકી–ઉપદેશના સંબંધથી સંજીવ કહેલ છે. એવા જીવ ગર્ભજન્મવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવ અને નારકી છે.
જે જીવને ઈહા, અપહ, માગણ, ગષણા, ચિન્તા તથા વિમર્શ હતાં નથી તે અસંજ્ઞી છે, એમ સમજવું. એ જીવ અલ૫મનલબ્ધિવાળો હોય છે, અને તે સંમૂ૭િમ પંચેન્દ્રિય અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. એ પદાર્થને સ્કુટરૂપે જાણતા નથી પણ અસ્કુટરરૂપે જાણે છે, તેના કરતાં ચતુરિન્દ્રિય જીવ પદાર્થને અસ્કુટરૂપે જાણે છે તથા ચતુરિન્દ્રયવાળા જીવ કરતાં ત્રણ ઈન્દ્રિયવાળે જીવ પદાર્થને તેનાથી પણ વધારે અસ્કુટરૂપે તથા ત્રણ ઈન્દ્રિયવાળા કરતાં બે ઈન્દ્રિયવાળે જીવ પદાર્થને વધારે અસ્કુટરૂપે અને બે ઈન્દ્રિયવાળા જીવ કરતા એકેન્દ્રિયજીવ પદાર્થને તેના કરતાં પણ વધારે અસ્કુટરૂપે જાણે છે, આ અસંસી જીવને દ્રવ્યમાન હોતું નથી, પણ અલ્પ અલ્પ અવ્યક્ત ભાવમન હોય છે, તેથી તેમને આહાર આદિ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે થયા કરે છે. આ રીતે આ કાલિકી–ઉપદેશના સંબંધથી સંજ્ઞીનું અને તેનાથી વિપરીત અસં. સીનું વર્ણન અહીં સુધી થયું.
વળી શિષ્ય પૂછે છે-હે ભદન્ત! હેતૂપદેશના સંબંધથી સંજ્ઞીનું શું સ્વરૂપે છે?
ઉત્તર–જે જીવમાં અભિસંધરણ પૂર્વિકા કારણ શક્તિ હોય છે તે જીવ હેતૂપદેશના સંબંધથી સંસી માનવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એ જીવ કાલકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞી માનવામાં આવતું નથી, પણ સંજ્ઞીપણાના કારણોથી તેને સંસી કહી દેવાય છે. અભિસંધારણ પૂર્વિકા કરણ શક્તિનું તાત્પર્ય આ પ્રમાણે છે–વ્યક્ત તથા અવ્યક્ત વિજ્ઞાનથી જે આલોચના થાય છે. વિચારધારા ચાલે છે તેનું નામ અભિસંધારણ છે, ક્રિયામાં જે પ્રવૃત્તિ થાય છે તે કરણશક્તિ છે. અભિસંધારણ પૂર્વક જે ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે તે અભિસંધારણ પૂર્વિકા કારણશક્તિ છે. આ અભિસંધારણપૂર્વિકા કરણશક્તિ જ અહીં હેતૂપદેશ છે. આ હેતૂપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણું અસંશી સંમૂછિમ પંચેન્દ્રિય જીવથી લઈને દ્વીન્દ્રિયજી સુધી માનવામાં આવેલ છે.
શ્રી નન્દી સૂત્ર
૧૯૬