________________
પ્રત્યક્ષ દેખતા નથી. કાળની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યરૂપે અથવા આગમની આજ્ઞા અનુસાર સર્વોદ્ધારૂપ નિશ્ચય કાળને ભૂત, ભવિષ્ય વર્તમાનરૂપ વ્યવહાર કાળને માત્ર જાણે જ છે, તેને પ્રત્યક્ષ દેખતેા નથી. એજ પ્રમાણે ભાવની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યરૂપે અથવા આગમની આજ્ઞાનુસાર સમસ્ત ભાવાને પોંચેને માત્ર જાણે જ છે, તેમને દેખતા નથી.
'
મતિજ્ઞાનના વિષયમાં આ પ્રમાણે સંગ્રહ ગાથાઓ છે તૢા૦ ’ ઇત્યાદિ ગાથાઓના અર્થ-મતિજ્ઞાનના સક્ષેપથી ચાર ભેદ છે. એ આ પ્રકારે છે અવગ્રહ ૧, ઈહા ૨, અવાય ૩, અને ધારણા ૪. તેમના આ પ્રકારના ક્રમનું કારણ એ છે કે જ્યાં સુધી પદાર્થનું અવગ્રહજ્ઞાન થતું નથી ત્યાંસુધી તેની ઈહા થતી નથી. ઈહા ન થાય તે અવાય થતું નથી તથા અવાયજ્ઞાનના અભાવે પારણા થતી નથી, અવગ્રહ આદિ જ્ઞાનાનું સ્વરૂપ આ પ્રમાણે છે-શબ્દદિક પદાર્થોના પ્રથમદર્શનરૂપ વ્યંજનાવગ્રહુની પછી જે સામાન્યય થાય છે, તેનું નામ અવગ્રહ છે. (૧)
શંકા——જો વસ્તુ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે, તે કયાં કારણે તેનું સર્વપ્રથમ દર્શન જ થાય છે, પણુ જ્ઞાન થતુ નથી? અને શા કારણે દન પછી જ્ઞાન થાય છે?
ઉત્તર—જ્ઞાનનુ જે આવરણ છે તે દર્શનનાં આવરણ કરતાં પ્રમળ છે. અને દનનું આવરણ અલ્પ છે, તેથી પ્રમળ આવરણુવાળું હોવાથી દર્શીન પછી જ જ્ઞાન થાય છે. દર્શનનું આવરણુ જલ્દી ખસી જાય છે, અને જ્ઞાનના આવરણને ખસતા વાર લાગે છે. તે કારણે જ્ઞાન કરતાં દર્શન પહેલું થાય છે, અને પછી જ્ઞાન થાય છે.
અર્થાની જે વિચારણા થાય છે તેનું નામ ઈહા. ૨. અને તેમને જે નિશ્ચય થાય છે તેનું નામ અવાય ૩. તથા એ શબ્દાર્દિક પદાર્થાનું જે વાસના આદિ રૂપે હૃદયમાં ધારણા થાય છે તેનુ નામ ધારણા છે ૪. એવું તીથૅ'કર ગણધરાએ કહ્યું છે. તેમનું કાળમાન આ પ્રમાણે છે
અવગ્રહ નયિક અર્થાવગ્રહ–ના કાળ માત્ર એક સમયના છે. કાળના સૌથી જઘન્ય ભેદ સમય કહેવાય છે. ઉત્પલના સો પાનને એક સાથે છેઢવામાં તથા જીણું વસ્ત્રાદિકને ફાડવામાં અસંખ્યાત સમય લાગે છે; તેથી જાણી શકાય છે કે સમય, કાળના સૌથી સૂક્ષ્મ લે છે. નૈૠયિક અર્થાવગ્રહ એક સમય સુધી જ રહે છે, ત્યારબાદ રહેતા નથી. વ્યંજનાવગ્રડુ તથા વ્યાવહારિક અર્થાવગ્રહ એ પ્રત્યેકના કાળ અન્તમુર્હુત છે, ઇહા તથા અવાયને કાળ અર્ધો મુહૂતુના છે. એ ઘડીનુ એક મુહુર્ત થાય છે, અહીં જે અર્ધા મુહુર્તાકાળ બતાવ્યે
શ્રી નન્દી સૂત્ર
૧૮૩