________________
મતિજ્ઞાન મેદનિરૂપણમ્
હવે સૂત્રકાર મતિજ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, આદિની અપેક્ષાએ ચાર ભેદ બતાવે છે- “તમારો દિવ૬. ” ઈત્યાદિ.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ મતિજ્ઞાન સંક્ષિપ્તમાં ચાર પ્રકારનું કહેલ છે. એ દ્રવ્યની અપેક્ષાએ આભિનિધિકત્તાની–મતિજ્ઞાની આત્મઆદેશથી દ્રવ્ય જાતિરૂ૫ સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય આદિક સમસ્ત દ્રવ્યને જાણે છે. અહીં આદેશનો ભાવાર્થ પ્રકાર છે. સામાન્ય અને વિશેષની અપેક્ષાએ આ પ્રકાર બે જાતને બતાવ્યું છે. અહીં સામાન્યરૂપ પ્રકાર વિવક્ષિત થયે છે, જો કે મતિજ્ઞાની આત્મા સમસ્ત ધર્માદિક દ્રવ્યોને સામાન્યરૂપ જ જાણે છે, તે પણ તે તેમના વિષે કંઈક કંઈક વિશેષરૂપે પણ જાણે છે. જેમકે – ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુલેને ગમનમાં સહાયતા આપવાનું છે. આ દ્રવ્ય અમૂર્તિક અને કાકાશવ્યાપી છે. તેનામાં અસંખ્યાત પ્રદેશ છે. આ રીતે તે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યોને સામાન્ય રૂપે જાણવા છતાં પણ તેમને ચેડા થડા વિશેષરૂપે પણ જાણે છે, જાણે છે, પણ તેમને પ્રત્યક્ષરૂપે સર્વાત્મના દેખતે નથી. હા, જે ઘડે આદિ દ્રવ્ય એગ્ય સ્થાનમાં રહેલ હોય તેમને તે દેખે પણ છે. અથવા “આદેશ” શબ્દનો અર્થ સૂત્રાજ્ઞા છે. સૂત્રઆગમનની આજ્ઞા પ્રમાણે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યોને કેવળ જાણે જ છે, તેમને પ્રત્યક્ષ દેખતે નથી.
શંકા–જે આદેશ ” શબ્દનો અર્થ સૂત્રાજ્ઞા હોય, અને એમ કહેવામાં આવે છે કે મતિજ્ઞાની આત્મા આગમની આજ્ઞા પ્રમાણે ધર્માદિક દ્રવ્યોને જાણે છે, તે સૂત્રથી જે જ્ઞાન થાય છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અહીં મતિજ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે, તે તે જ્ઞાન મતિજ્ઞાન કેવી રીતે કહેવાય?
ઉત્તર–આ પ્રશ્ન તત્વને સમજ્યા વિના કરાય છે, કારણ કે જેમની મતિ શ્રુતજ્ઞાનથી પરિભાવિત થઈ રહી છે, એવા પુરુષને શ્રુતપલબ્ધ પદાર્થોમાં પણ સૂત્રાનુસારી જે અવગ્રહ, ઈહા, અવાયજ્ઞાન થાય છે, એ મતિજ્ઞાન જ છે, કૃતજ્ઞાન નહીં. કારણ કે તે સમયે તેઓ સૂત્રને અનુસરવાની અપેક્ષાએ નિરપેક્ષ હોય છે. એ જ પ્રકારને સંબંધ ક્ષેત્ર આદિકામાં સમજી લેવું જોઈએ, ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે વિચાર કરાય છે ત્યારે મતિજ્ઞાની આત્મા સામાન્યરૂપે અથવા સૂત્રની આજ્ઞા અનુસાર કોલકાત્મક સમસ્ત ક્ષેત્રને ફક્ત જાણે જ છે, તેને
શ્રી નન્દી સૂત્ર
૧૮૨