________________
છે. તે વ્યવહારની અપેક્ષાએ કહેલ છે એમ સમજવાનું છે. આમ તે વાસ્તવિક રૂપે તેને કાળ “મુત્તમદ્ર” આ કથનથી અન્તમુહર્ત જ માનવો જોઈએ. ધારણને કાળ અસંખ્યાત અને સંખ્યાતકાળરૂપ કહેવાય છે. પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિરૂપ સંખ્યા જેમાં હતી નથી એ જે પપમ આદિ રૂપ કાળ છે તેનું નામ અસંખ્યાત કાળ છે, તથા જેમાં પક્ષ, માસ, ઋતુ આદિને વ્યવહાર થાય છે તે સંખ્યાત કાળ છે. તથા “” શબ્દથી આ વાત પણું જાણવા મળે છે કે તેને કાળ અન્તર્મુહર્ત પણ છે. તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં ધારણાના, (૧) અવિસ્મૃતિ, (૨) વાસના, તથા (૩) સ્મૃતિ એ રીતે ત્રણ ભેદ બતાવ્યા છે. તેમાં અવિસ્મૃતિ તથા સ્મૃતિરૂપ ધારણું એ પ્રત્યેકને કાળ અત્તમુહર્તાને છે. અને વાસનારૂપ જે ધારણા છે કે જેથી સ્મૃતિ થાય છે, અને જે તે તે અર્થનાં જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ હોય છે, તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પ્રાણીઓની અપેક્ષાએ સંખ્યાત વર્ષ પ્રમિત કાળવાળી મનાય છે, અને જે પલ્યોપમ આદિ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવ હોય છે. તેમની અપેક્ષાએ અસંખ્યાત વર્ષ પ્રમિત કાળવાળી મનાય છે. તે અપેક્ષાએ તેને કાળ અસંખ્યાત તથા સંખ્યાત વર્ષને બતાવ્યો છે. એ ૩
આ રીતે અવગ્રહ આદિનું સ્વરૂપ અને કાળપ્રમાણુ બતાવીને હવે શ્રેગ્નેન્દ્રિય આદિમાં પ્રાધ્યકારિતા તથા અપ્રાપ્યકારિતા પ્રગટ કરે છે“જુદું સ. ” ઈત્યાદિ જે શ્રોત્ર ઈન્દ્રિય છે, તે માત્ર સ્પષ્ટ શબ્દને જ સાંભળે છે. તે કારણે તે પ્રાપ્યકારી છે. જેમ શરીર ઉપર ધુલિકને સંપાત થાય છે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયની સાથે શબ્દને સ્પર્શ માત્ર થતાં જ તે તેને જાણું લે છે.
શંકા–સ્પર્શમાત્ર થતાં જ શ્રોત્રેન્દ્રિય શબ્દને કેવી રીતે સાંભળે છે?
ઉત્તર–બાકીની ઈદ્રિ કરતાં શ્રોત્ર ઈન્દ્રિય સામાન્ય રીતે વધારે ચપળ હોય છે, તથા ગંધ આદિ દ્રવ્યની અપેક્ષાએ શબ્દદ્રવ્ય, સૂમ, પ્રભૂત અને ભાવુક હોય છે, એટલે કે-શ્રોત્ર ઈનિદ્રયની સાથે શબ્દદ્રવ્યને સંસર્ગ થતા જ તેમાં તે પ્રકારની પરિણમન શીલતા આવી જાય છે. શબ્દ પુદ્ગલ જ બધી તરફથી તે ઇન્દ્રિયને આવરી લે છે, તે કારણે શબ્દદ્રવ્યને સ્પર્શમાત્ર શ્રોત્રે ન્દ્રિય વડે ગ્રહણ થાય છે, તેથી તેને પ્રાપ્યકારી દર્શાવી છે. એજ વાત સૂત્રકારે “પુ સુફ સ”—સ્કૃષ્ઠ શ્રોતિ ” એ ગાથાંશ દ્વારા સ્પષ્ટ કરેલ છે. ચક્ષ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને દેખે છે, તેથી તેને અપ્રાપ્યકારી કહેલ છે. ગાથામાં પુનઃ શબ્દ એ બાબતની સૂચનાને માટે છે. કે ચક્ષુ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને જ જાણે તે પણ તે ચગ્ય સ્થાનમાં રહેલ તે રૂપને જ ગ્રહણ કરે છે, અલોક આદિ અગ્ય સ્થાનમાં રહેલ રૂપને નહીં, કારણ કે તે અપ્રાપ્યકારી ગણેલ છે. તથા આ ઇન્દ્રિયને સ્વભાવ જ કંઈક અવે છે કે જેને કારણે તે મર્યાદિત સ્થાનમાં રહેલ વિષયને ગ્રહણ કરે છે. ગાથામાં “” શબ્દ “a”ના
શ્રી નન્દી સૂત્ર
૧૮૪