________________
અવાયજ્ઞાન છે. આ અવાયજ્ઞાન શબ્દતર રૂપાદિની વ્યાવૃત્તિ કરીને શબ્દનું નિશ્ચાયક હોય છે, તેથી તે વિશેષાવગમસ્વરૂપ છે. આ રીતે “આ શબ્દ છે” આ અવાયજ્ઞાન થયા પછી વળી ઉત્તરકાલિકધર્મનીજિજ્ઞાસા થાય છે-' આ શબ્દ શંખને છે કે ગંગાને છે?” આ જિજ્ઞાસા બાદ જે વિશેષજ્ઞાન થાય છે તેના કરતાં “આ શબ્દ છે” એ જ્ઞાન સામાન્ય માત્રાવલંબન છે તેથી તે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. તે અવગ્રહ સામાન્ય વિશેષરૂપ અર્થાવલંબનવાળો છે તેથી તે “વિશેષ સામાન્યાર્થાવગ્રહ' એ શબ્દથી ઉપચરિત થાય છે, કારણ કે “આ શબ્દ છે ?' આ પ્રકારનાં જ્ઞાનનું અવલંબન લઈને “ આ શબ્દ શંખને છે કે કંગને છે ?” આ પ્રકારનું ઈહારૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહ અવલંબન છે ” એમકહ્યું છે. “ આ શંખને શબ્દ છે કે શંગને ?” આ પ્રકારની ઈહિા પછી જે “આ શંખને જ શબ્દ છે કે શ્રેગને જ શબ્દ છે” એવું જે જ્ઞાન થાય છે તે લવાયા છે. ત્યાર બાદ “આ શંખને શબ્દ મન્દ્ર (ગંભીર) છે કે મેટે છે? આ રીતે વિશેષ જિજ્ઞાસા થતાં “આ શંખને શબ્દ છે” આ અવાયજ્ઞાન સામાન્યાવલંબન હોવાને કારણે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. વળી “મંદ છે કે મટે છે?” આ ઈહા પછી આ મંદ જ છે કે મેટે છે” એવા પ્રકારનું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય જ્ઞાન છે. આ રીતે ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસા થતા આગળ આગળનું અવાય જ્ઞાન ઉત્તરોત્તર વિશેષાવગમની અપેક્ષાએ સામાન્યાર્થીવલંબન હોવાથી અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે, જ્યારે ઉત્તર ધર્મમાં જિજ્ઞાસા થતી નથી ત્યારે તે અતિમ વિશેષજ્ઞાન અવાયજ્ઞાન જ રહે છે. કારણ કે ત્યાં ઉપચાર થતું નથી. ઉપચાર છે ત્યારે થાય છે કે જ્યારે ઉપચારનું કારણ રહે; અંતિમ વિશેષજ્ઞાન થતાં ઉપચારની કારણ વિશેષ આકાંક્ષાને અપગમ થઈ જાય છે, તેથી જ ત્યાં ઉપચારનું કારણ રહેતું જ નથી. ઉપચારના કારણના અભાવે અતિમ વિશેષાવગમ અવાય જ્ઞાન સ્વરૂપ જ રહે છે. અતિમ વિશેષાવગમની પછી અવિસ્મૃતિરૂપ ધારણ પ્રવૃત્ત થાય છે, વાસનારૂપ અને સ્મૃતિરૂપ ધારણા તે સઘળા વિશેષાવનોમોમાં હોય છે.
પૂર્વોક્ત કથનનું તાત્પર્ય એ છે કે-ઉત્તરોત્તર ધર્મની જિજ્ઞાસા થતા શબ્દાદિ જ્ઞાનનું અવલંબન લઈને ઈહાદિ પ્રવૃત્ત થાય છે, જેમ કે “શું આ શબ્દ શંખને છે કે શ્રેગને છે ?” તે કારણે શબ્દાદિ જ્ઞાનની પછી જ ઈહાદિની પ્રવૃત્તિ થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહને અવલંબન કહેલ છે.
T શિષ્યને સ્પષ્ટ રીતે સમજાવવાને માટે ફરીથી પણ તેને સ્પષ્ટ કરે છે. નિશ્ચયિક અને વ્યાવહારિકના ભેદથી અર્થાવગ્રહ બે પ્રકાર છે. નૈઋયિક અર્થ વગ્રહ એક સમય હોય છે, તેમાં કોઈ પણ પ્રકારને ઉપચાર હેતે નથી, તેથી
શ્રી નન્દી સૂત્ર
૧૬૧