________________
ગ્રહ સામાન્યની અપેક્ષાએ સમાન અર્થવાળા છે. તથા અવગ્રહવિશેષની અપેક્ષાએ પાંચે નામ કંઈક ભિન્નાર્થક પણ છે. અવગ્રહ ત્રણ પ્રકારના છે-વ્યંજનાવગ્રહ, સામાન્યાર્થાવગ્રહ, તથા વિશેષ સામાન્યાર્થાવગ્રહ. આમાં ત્રીજે ભેદ-વિશેષ સામાન્યાર્થાવગ્રહ ઔપચારિક છે. આ વાત હવે આગળ બતાવવામાં આવશે. અવગ્રહના આ પાંચ નામ છે-(૧) અવગ્રહણુતા, (૨) ઉપધારણુતા (૩) શ્રવણુતા (૪) અવલંબનતા અને (૫) મેધા,
. (૧) જે વ્યંજનાવગ્રહની સ્થિતિ અન્તર્મુહુર્તની છે, તેને પ્રથમસમયમાં પ્રવિષ્ટ શબ્દાદિક પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ પરિણામનું નામ અવગ્રહણતા છે.
(૨) વ્યંજનાવગ્રહના દ્વિતીય આદિ સમયથી લઈને વ્યંજનાવગ્રહની સમાપ્તિ સુધી, પ્રતિ સમય અપૂર્વ અપૂર્વ પ્રવિષ્ટ શબ્દાદિક પુદ્ગલેના ગ્રહણપૂર્વક પ્રાકતન પ્રતિસમયગૃહીત શબ્દાદિક પુદ્ગલનું જે ધારણા પરિણામ છે, તે ઉપધારણા છે. તેનું તાત્પર્ય એ છે કે વ્યંજનાવગૃહને અંત અર્થાવગ્રહ થવાના પ્રથમ સમય સુધી માનવામા આવેલ છે. એ પહેલાં બતાવવામાં આવી ગયું છે કે-અર્થાવગ્રહને પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને તે વ્યંજનની પુષ્ટિની સાથે જ પુષ્ટ થતો જાય છે, તેથી વ્યંજનાવગ્રહને પ્રથમ ક્ષણવર્તી જેટલો જ્ઞાન વ્યાપાર છે તે અવગ્રહણતા અને દ્વિતીય આદિ સમયથી લઈને અન્ત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાનવ્યાપાર છે તે બધી ઉપધારતા છે. આ ઉપધારણુતા એ કામ કરે છે કે વ્યંજનાવગ્રહનાં એ દ્વિતીયાદિ સમયથી લઈને અત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાન વ્યાપાર પુષ્ટ થતું જાય છે તે બધાને પોતાની અંદર જમા કરતી જાય છે. તથા દ્વિતીયાદિ સમયના જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમયમાં થયેલ જ્ઞાનવ્યાપારની સાથે જોડતી રહે છે. આ રીતે તે સમયેના જ્ઞાનવ્યાપારની અંત સુધી એક ધારા ચિત્તમાં જામતી જાય છે. એનું જ નામ ઉપધારણુતા છે ૨. આ ઉપધારણતા બાદના સમયે જ “આ કંઈક છે” એ અવગ્રહ થાય છે. અવગ્રહણતા અને ઉપધારણતા એ બન્ને પ્રકાશરૂપ જ્ઞાનવ્યાપાર વ્યંજનાવગ્રહસ્વરૂપ હોય છે. જે સામાન્યરૂપ અર્થના અવગ્રહરૂપ બેધ પરિણામ એક સામયિક હોય છે તે શ્રવણતા છે ૩, તથા વિશેષરૂપ અને સામાન્યરૂપ અર્થના જે અવગ્રહરૂપ ધ પરિણામ હોય છે એટલે કે જે વિશેષ સામાન્યાર્થાવગ્રહ થાય છે. તેનું નામ અવલંબનતા છે.
શંકા–વિશેષ સામાન્યાર્થાવગ્રહને આપ અવલંબન કેવી રીતે કહો છે ?
ઉત્તર–“રોય” આ શબ્દ છે. આ પ્રકારનું જ્ઞાન વિશેષાવગમરૂપ હોવાથી આવા જ્ઞાન છે, કારણ કે આ શબ્દ છે, અશબ્દ રૂપાદિ નથી, આ પ્રકારે શબ્દસ્વરૂપનું અવધારક હોવાથી તે અવાયજ્ઞાન વિશેષાવગમ છે. અવાયજ્ઞાન વિશેષાવગમસ્વરૂપ આ પ્રકારે હોય છે. સર્વપ્રથમ જે અનિદેશ્ય એક સમય સુધી સામાન્ય માત્રનું ગ્રહણ થાય છે, તે પારમાર્થિકઅર્થાવગ્રહ છે, આ રીતે અર્થી વગ્રહ થયા પછી જે “કરોડથનું આ પ્રકારે શબ્દરવરૂપનું અવધારણ થાય છે, તે
શ્રી નન્દી સૂત્ર
૧૬૦