________________
તે પરમાર્થિક છે. તેને વિષય ક્ત સામાન્ય છે. સમયમાત્રભાવી જ્ઞાનાદિકેને નિશ્ચયવેદી પરમગી જન જ જાણે છે, તેથી તેનું નામ નિશ્ચયિકઅર્થાવગ્રહ છે. તાત્પર્ય– નૈૠયિક અર્થાવગ્રહને છમસ્થ જન જાણતા નથી. છમસ્થજનેના વ્યવહારમાં જે આવે છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે અને તે પારમાર્થિક નથી, ઉપચરિત છે, કારણ કે નૈઋયિકઅર્થાવગ્રહની પછી જે ઈહિત વસ્તુ વિશેષનું અવાયજ્ઞાન થાય છે, તે પુનર્ભાવિની ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને ઉપચરિત અર્થાવગ્રહરૂપે મનાય છે. તે અવાયજ્ઞાનવિષય ભાવવિશેષની અપે. ક્ષાએ સામાન્ય થઈ જાય છે, અને આ રીતે તે અવાયજ્ઞાન તે સામાન્યને વિષય કરે છે, તેથી સામાન્યને વિષયકરનાર હોવાથી અવાયજ્ઞાન અર્થાવગ્રહ ઉપચારથી માની લેવાય છે, કારણ કે જે સામાન્યને વિષય કરે છે, તે પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહની જેમ અર્થાવગ્રહ છે.
તેને સાર એ છે કે પ્રથમ નિશ્ચયિકઅર્થાવગ્રહમાં રૂપાદિકે દ્વારા અનિ. દેશ્ય, અવ્યક્ત એવી શબ્દસામાન્યરૂપ વસ્તુ ગ્રહણ થાય છે, એટલે કે નૈઋયિક અર્વાગ્રહને વિષય કેવળ અનિશ્યસામાન્ય છે.
જ્યારે આ સામાન્યને વિશેષરૂપે જાણવાની અભિલાષા જ્ઞાતાના ચિત્તમાં જાગે છે ત્યારે તે એ નિશ્ચય કરે છે કે “આ શબ્દ જ છે” એનું જ નામ અવાય છે. અર્થાવગ્રારા પામતા શબ્દસામાન્યરૂપવસ્તુને જાણે છે, તેનું તાત્પર્ય એ છે કે તે શબ્દસામાન્યરૂપવસ્તુ, રૂપ, રસાદિકની વ્યાવૃત્તિથી તે સમયે અનવધારિત હોય છે, તેથી જ તે શબ્દરૂપે નિશ્ચિત હોતી નથી. પણ
આ કંઈક છે” એવું જ જ્ઞાન ત્યાં તેને થાય છે, તેથી એટલા જ અંશને લઈને તે શબ્દ અવગ્રહ જ્ઞાનને વિષય મનાય છે. તે સમયે “આ શબ્દ છે ) આ પ્રકારના અધ્યવસાયથી યુક્ત થઈને પ્રમાતા દ્વારા તે શબ્દ ગૃહીત થતું નથી, કારણ કે આ શબ્દ છે” એ પ્રકારને નિશ્ચય તે પ્રમાતાને અન્તર્મુહૂર્તમાં થાય છે. એટલે કાળ અર્થાવગ્રહને માનવામાં આવ્યો નથી. અર્થાવગ્રહને કાળો ફક્ત એક સમયને છે.
શ્રી નન્દી સૂત્ર
૧૬૨