________________
કેવળ કાલ્પનિક છે. જુઓ–જે ભૂમિને સ્પર્શ કરતે ચાંડાળ આગળને આગળ જાય છે એ જ ભૂમિને પાછળથી સ્પર્શ કરતે શ્રોત્રિય બ્રાહ્મણ ચાલે છે. જે હેડીમાં બેસીને ચાંડાલ નદી ઓળંગે છે એજ નાવમાં બેસીને શ્રોત્રિય બ્રાહ્મણ પણ નદીને ઓળંગે છે. જે વાયુ ચાંડાલને સ્પર્શ કરતે વાય છે એજ વાય શ્રોત્રિયનો પણ સ્પર્શ કરે છે. એ બાબતમાં જેમ લેકમાં સ્પષની વ્યવસ્થા માનવામાં આવતી નથી એજ પ્રકારે શબ્દપુગલને સંસ્પર્શ થવાથી લોકોમાં સ્પર્શ દેષની વ્યવસ્થા માનવામાં આવી નથી; તેથી એ વ્યવસ્થા કાલ્પનિક હોવાથી પારમાર્થિક નથી.
વળી–જે સમયે ચાંડાલ કેતકીના પુષ્પને અથવા કમલાદિ પુને માથે ઉપાડીને અથવા શરીર પર કસ્તુરી આદિને લેપ કરીને રસ્તામાં આવીને ઉભે રહે છે, તે સમયે ત્યાં રહેલ શ્રોત્રિય આદિ વ્યક્તિઓની નાસિકામાં કેતકી અને કમલાદિ પુષ્પનાં ગંધપરમાં પ્રવેશે છે તે પછી ત્યાં પણ ચાંડાલને સ્પર્શ થવાના દેષને પ્રસંગ પ્રાપ્ત થશે, તે માટે નાસિકા ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવી જોઈએ, પણ એવી વ્યવસ્થાનું આપના ગમમાં પણ પ્રતિપાદન થયું નથી. તે કારણે ચાંડાલને સ્પર્શ થવાને એ દેષ યુકિતયુક્ત નથી.
કેટલીક વ્યકિતઓ શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી એ કારણે માને છે કે તેને વિષય જે શબ્દ છે તે આકાશને ગુણ માનવામાં આવે છે તેમાં મૂર્તતા ન આવતા અમતતા જ આવશે, કારણ કે જે જેને ગુણ હોય છે તે તેના સમાન ધર્મવાળે હોય છે. જેમકે- આત્માને ગુણ જ્ઞાન. આત્મા અમૂર્ત છે, તે તેને ગુણ “જ્ઞાન” પણ અમૂર્તજ છે. એ જ પ્રમાણે જે આકાશને ગુણ શબ્દ હોય તે આકાશ અમૂર્ત હોવાને કારણે તેને ગુણ “શબ્દ” પણ અમૂર્ત જ હોય, પણ શબ્દમાં અમૂર્તતા નથી, કારણ કે અમૂર્તતાનું લક્ષણ શબ્દમાં ઘટાવી શકાતું નથી. અમૂર્તતાને અભાવ અમૂર્તતાનું લક્ષણ છે, પણ શબ્દમાં મૂર્તતાને અભાવ નથી, કારણ કે તેને સ્પર્શ થાય છે. એટલે કે શબ્દ સ્પગુણવાળે છે. તે સ્પર્શ ગુણવાળે તે કારણે છે કે તેનાથી શ્રોત્રેન્દ્રિયમાં ઉપઘાત થતે દેખાય છે. તરતના જન્મેલા બાળકના કાન પાસે લઈ જઈને જ્યારે ઝાલરને ઘણુ જોરથી વગાડવામાં આવે છે ત્યારે તેના શબ્દના સ્પર્શથી તેના કાનને પડદો તૂટી જાય છે અને તે બહેરે થઈ જાય છે. જેમાં સ્પગુણ ન હોય તેમાં ઉપઘાતક ગુણ પણ હોત નથી. જેમકે આકાશમાં તેથી વિપક્ષ આકાશમાં ઉપઘાત કરવાને અભાવ હોવાથી આપણે હેતુ વિપક્ષમાં રહેતો નથી. વિપક્ષમાં વર્તમાન હેતુ સ્વસાદયને ગમક થતું નથી. અહીં સ્પર્શત્વને વિપક્ષ આકાશ છે, તેમાં તે હેતુ રહેતું નથી, તેથી ત્યાં ઉપઘાત કરવારૂપ સાધ્ય પણું રહેતું નથી એ તે પિતાના હેતુની સાથે જ રહે છે.
શ્રી નન્દી સૂત્ર
૧૫૫