________________
વળી-શબ્દ સ્પર્શગુણવાળે છે, આ વાત એ કારણે પણ સિદ્ધ થાય છે કે-જ્યારે પર્વતની ગુફામાં શબ્દ બોલવામાં આવે છે, ત્યારે ત્યાંથી પડઘો પડે છે. આ રીતે સ્પર્શવત્વથી શબ્દમાં મૂર્તતા સિદ્ધથાય છે, અને મૂર્તતાની સિદ્ધિથી આકાશગુણત્વાભાવ સિદ્ધથાય છે. રૂપ, રસ, આદિ ગુણોને જ્યાં સદ્ભાવ હોય છે તેનું નામ મૂર્ત છે. મૂત હોવાને લીધે શબ્દમાં આકાશગુણતા આવતી નથી.
વળી–આકાશ એક છે અથવા અનેક છે? જે આકાશ એક છે એમ માનવામાં આવે તે અત્યંત દૂરથી પણ શબ્દ સંભળાવે જોઈએ, કારણ કે સર્વત્ર આકાશ એક જ છે. તે શબ્દમાં દૂરથી આવતે આદિ વ્યવહાર હોઈ શકે નહીં. તેનું તાત્પર્ય એ છે કે જે આકાશ એક છે. અને શબ્દ તેને ગુણ છે તે સર્વત્ર એક આકાશ હેવાથી તેના ગુણરૂપ શબ્દમાં–“આ દુરને શબ્દ છે, આ નજીકને શબ્દ છે” એવે વ્યવહાર જ થઈ શકે નહીં. જે આકાશ અનેક છે એમ માનવામાં આવે તે ભિન્ન સ્થાનમાં રહેલા પ્રાણીઓ દ્વારા શબ્દનું શ્રવણ કેવી રીતે થઈ શકે ? કારણ કે શબ્દ તે વક્તાનાં મુખરૂપી આકાશમાં જ રહેશે. તે વક્તાનાં મુખરૂપી આકાશને જે ગુણ છે, તે પછી તે ભિન્ન સ્થાનમાં રહેલ Bતાના શ્રેગેન્દ્રિયરૂપ આકાશની સાથે સંબંધ કેવી રીતે કરી શકે છે, કે જેથી તે સંભળાઈ શકે.
જે એમ કહેવામાં આવે કે “શબ્દને સંબંધ કાનનાં પિલાણમાં રહેલ આકાશ સાથે થાય છે તેથી તે સાંભળવામાં આવે છે, પછી એ માન્ય તાથી “શબ્દ આકાશને ગુણ છે” એ વાત સિદ્ધ થતી નથી.
જે તે વિષે એમ કહેવામાં આવે કે “શબ્દને આકાશને ગુણ માનવામાં ન આવે તે તેથી સ્થિતિ જ સંભવતી નથી. સ્થિતિ વિના પદાર્થને સદભાવ (અસ્તિત્વ) મનાતે નથી; તેથી જ્યારે શબ્દ સ્થિતિવાળા પદાર્થ મનાય છે ત્યારે એવી હાલતમાં તેની કઈને કઈ સ્થિતિ પણ માનવી જોઈએ. પૃથિવ્યાદિક પદાર્થોમાં તે તેની સ્થિતિ હોતી નથી, કારણ કે એ તો રૂપાસાદિકેનાં જ આધાર ભૂત છે. હવે રહી આકાશ, તે એ આકાશ જ શબ્દને આશ્રય સિદ્ધ થાય છે,
શ્રી નન્દી સૂત્ર
૧૫૬