________________
કારી હોવા છતાં પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ થયેલ શબ્દમાં ક્રૂર અને સમીપ આદિના જે ભેદવ્યવહાર થાય છે તે શબ્દશક્તિની વિચિત્રતાને લીધે થાય છે. જ્યારે શબ્દ દૂરના સ્થાનેથી આવે છે. ત્યારે તેની શકિત ક્ષીણ થઇ જાય છે; તે સમયે તે અસ્પષ્ટ રૂપે મન્દ રીતે સ ંભળાય છે, તેથી લોકો કહે છે કે શબ્દ દૂરથી આવતા સંભળાય છે.
આ
શંકા—જો તે ખાખતમાં એવા આક્ષેપ મૂકવામાં આવે કે જે પ્રકારે “ દૂરથી આવતા શબ્દ સભળાય છે” એવા ખાધ થવાથી શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યકારિતાનુ` આપ સમન કરે છે, તે પછી “ ટૂરે રૂપમુપર્યંતે ” “ દૂરથી આવતા રૂપને ચક્ષુ ઈન્દ્રિય જાણે છે” આ પ્રકારના મેધથી ચક્ષુ ઈન્દ્રિયને પણ પ્રાપ્યકારી માનવી જોઇએ. પણ એ રીતે ચક્ષુ ઇન્દ્રિયને તે આપે પ્રાપ્યકારી માની નથી, તેથી શબ્દમાં વિચિત્ર શકિતની માન્યતા, તથા શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યકારિ તાની કલ્પના યુક્તિયુક્ત કહી શકાય નહીં?
ઉત્તર—આ વાત હમણા જ યુકિત દ્વારા સિદ્ધ કરાઈ ગઈ છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ હાતા નથી, તથા એ ઉપઘાત અને અનુગ્રહ પેાતાના વિષયદ્વારા શ્રોત્રેન્દ્રિયમાં થાય છે. તેથી શ્રોત્રેન્દ્રિયના પ્રસંગને લીધે ચક્ષુમાં પ્રાપ્યકારિતાના પ્રસંગનું પ્રતિપાદન કરવું તે ચેગ્ય નથી, કારણ કે તે પ્રસંગનું પ્રતિપાદન અહીં' સ ંભવિત જ થતું નથી.
વળી–માણસ જ્યારે પ્રતિકૂળ વાયુ સમક્ષ રહેલ હાય છે ત્યારે તે પેાતાની પાસેની વ્યકિત દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દને પણ સાંભળી શકતા નથી, પણ જ્યારે તે અનુકુળ વાયુ સમક્ષ રહેલ હાય છેત્યારે દૂર સ્થાને પણ રહેવાં છતાં તે શબ્દને સાંભળી શકે છે, તેથી લેાકેા એમ કહ્યાં કરે છે કે-અમે પાસે રહેવા છતાં પણ તમારા શબ્દને પ્રતિકૂળ પવનમાં રહેવાને કારણે સાંભળી શકતા નથી. જેમ ચક્ષુ અપ્રાપ્ત રૂપને ગ્રહણ કરે છે એજ પ્રમાણે શ્રેત્રેન્દ્રિય પણ અપ્રાપ્ત શબ્દને જો ગ્રહણુ કરતી હોત તે વિચારાના પ્રતિકૂળ વાયુમાં રહેવા છતાં પણ રૂપની જેમ શબ્દનું ગ્રહણ પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા થવું જોઈ એ, પણ એવું મનતુ નથી; તેથી એજ સિદ્ધાંત નિર્દોષ છે કે શબ્દનાં પરમાણુ જ્યારે શ્રોત્રેન્દ્રિયની પાસે આવીને મળે છે. ત્યારે તેમનું તેના દ્વારા ગ્રહણ કરાય છે, બીજી કાઈ રીતે નહીં. તેથી આ વાત પણ નિશ્ચત થાય છે કે જ્યારે શ્રોતા પ્રતિકૂળ પવનની તરફ રહેલ હોય છે ત્યારે તે જે મન્દરૂપે શબ્દને સાંભળે છે કે બિલકુલ સાંભળતા નથી તેનું કારણ પ્રતિકૂળ વાયુ દ્વારા શબ્દનાં પરમાણુઓનું સામાન્ય રીતે ખેચી જવું તે છે; તેથી તેએ શ્રોÀન્દ્રિય સુધી ઘેાડાં પ્રમાણમાં જઇ શકે છે કે બિલકુલ જઇ શકતા નથી.
તથા શ્રોત્રેન્દ્રિયને પ્રાપ્યકારી માનવાથી જે ચાંડાળના સ્પર્શ થઈ જવાના દોષ દીધા છે તે પણ ચગ્ય નથી, કારણ કે સ્પર્શાસ્પર્શીની વ્યવસ્થા લેાકમાં
શ્રી નન્દી સૂત્ર
૧૫૪