________________
ત્યારે તે વિષયભૂત પદાર્થથી ચક્ષુને ઉપઘાત અને અનુગ્રહ થતું નથી, તેથી તે અપ્રાપ્યકારી છે. પૂર્વોક્ત કથનથી ચક્ષુને જે ઉપઘાત અનુગ્રહ બતાવવામાં આવ્યા છે. તે તેનામાં પિતાના દ્વારા તેમને ગૃહીત કરવાથી થયેલ નથી, પણ જ્યારે પિતાના ઉપઘાતક અવયવ અણુને પ્રવેશ તેમાં થઈ જાય છે તે સમયે તેમના દ્વારા તેને ઉપદ્યાત થાય છે. એ જ રીતે અનુગ્રાહક અવયવ આણુને જષારે ચક્ષુમાં પ્રવેશ થઈ જાય છે ત્યારે તેમના દ્વારા તેને અનુગ્રહ થાય છે. જેમ પ્રચંડ સૂર્યનાં કિરણો ફેલાતી વખતે જ્યારે ચક્ષની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ ચક્ષુને ઉઘાત કરે છે. તથા ચન્દ્રનાં કિરણો જ્યારે ચક્ષની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ તેને અનુગ્રહ કરે છે. એ જ પ્રમાણે જળકણુ યુક્ત વાયુના સંસ્પર્શથી તેને અનુગ્રહ થાય છે. પણ જ્યારે ચક્ષુ વિષયરૂપે તેમનું અવલંબન કરે છે ત્યારે ચક્ષુની અંદર તેમનાં પરમાણુને પ્રવેશ થતો નથી. એજ રીતે વિષયરૂપે જલાદિકનું અવલોકન કરતા તેના વડે કરાયેલ. ઉમઘાતનો અભાવ હોવાથી તેમાં અનુષ્યહને ઉપચાર માનવામાં આવે છે. ઉપઘાતના અભાવમાં અનુગ્રહને ઉપચાર લોકમાં જોવા મળે છે, જેમકે અતિસૂક્ષ્મ અક્ષર જોયા પછી મનુષ્ય જ્યારે ભૂરાં, લીલાં વસ્ત્ર આદિને જેવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેથી તેને આંખમાં એક પ્રકારનાં સુખને અનુભવ થાય છે. આ સુખને અનુભવ જ વ્યાઘાતનો અભાવ છે, અને તેથી તેના વડે અનુગ્રહને ઉપચાર ત્યાં હોય છે. તેનું તાત્પર્ય એ છે કે અતિસૂક્ષ્મ અક્ષરોને જોવામાં આંખેને જેર પડે છે, તે જેર નીલ વસ્ત્રાદિકનું નિરીક્ષણ કરતી વખતે પડતું નથી તેથી લોકો તે વડે દષ્ટિને ઉપઘાત અને નીલવસ્ત્રાદિકથી તેને અનુગ્રહ માની લે છે, પણ જ્યારે એના પર વિચાર કરવામાં આવે છે ત્યારે આ અનુગ્રહ ઉપઘાતાભાવ હેવાથી ત્યાં ઉપચરિત છે, વાસ્તવિક નથી. વિષયીકૃત પદાર્થથી ચક્ષુને ઉપઘાત પણ થતું નથી અને અનુગ્રહ પણ થતું નથી. જે ચક્ષને પ્રાપ્યકારી માનવામાં આવે તે આ પ્રાધ્યકારિત્વની સમાનતામાં પદાર્થની સાથે તેને સંપર્ક તુલ્ય રહે છે, એવી પરિસ્થિતિમાં જે પ્રકારે
શ્રી નન્દી સૂત્ર
૧૪૮