________________
અને મનમાં થતું નથી, કારણ કે એ બને અપ્રાપ્યકારી છે. પિતાના વિષય સાથે સંપર્ક કર્યા વિના જ એ બન્ને ઈન્દ્રિયો તેનું જ્ઞાન કરાવી દે છે. આ રીતે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે, છ પ્રકારને નહીં.
શંકા--ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે-વિષયની સાથે સંપર્ક કર્યા વિના જ પિતાના વિષયનું જ્ઞાન કરાવી દે છે, એ વાત કેવી રીતે જાણી શકાય?
ઉત્તર--એ બને અપ્રાપ્યકારી છે, એ વાત આ રીતે જાણી શકાય છે કે તેમનામાં પિતાના વિષય વડે કરાયેલ ઉપઘાત અને અનુગ્રહ હોતા નથી. જે પ્રાપ્ત અર્થને ચહ્યું અને મન ગ્રહણ કરે તે જે રીતે પ્રાપ્ત અર્થને ગ્રહણ કરનારી સ્પર્શેન્દ્રિયમાં પોતાના વિષય દ્વારા સફ, ચંદન-અંગાર આદિ દ્વારાઅનુગ્રહ અને ઉપઘાત જોવા મળે છે, એજ રીતે એ બન્ને ઈન્દ્રિયોમાં આ વાત દેખાવી જોઈએ, પણ એવી વાત તેમનામાં દેખાતી નથી. તેથી એ બને અપ્રાકારી માનવામાં આવી છે.
શંકા--આપ એમ કેવી રીતે કહે છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ દેખાતા નથી. વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ ઈન્દ્રિયમાં જોવા મળે છે, તેથી તેમાં બીજી ઈન્દ્રિયની જેમ પ્રાપ્તકારીતા સિદ્ધ થાય છે. મેઘ રહિત આકાશમાં જે વ્યક્તિ સૂર્યમંડળનું નિરીક્ષણ કરે છે તેનાં ચક્ષુને વિઘાત થાય છે, તથા ચન્દ્રમંડળનું તરંગમાળાથી શેભતા જળનું, લીલાં ઘાસનું અને લીલાંછમ વૃક્ષોનું જે નિરીક્ષણ કરે છે તેની આંખમાં શીતળતા આવે છે, આ ચક્ષને વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ છે.
ઉત્તર--આ કથનથી ચક્ષુમાં પ્રાપ્યકારિતા સાબીત થતી નથી. તેનાથી તે ફક્ત એજ વાત જાણવા મળે છે કે દ્રવ્યના સંપર્કથી ચક્ષુને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. અમે એ વાતને નિષેધ છેડે કરીએ છીએ કે વિષય-પદાર્થકત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુમાં થતું નથી ? પણ અમે તે એ બતાવીએ છીએ કે ચક્ષુ જ્યારે પદાર્થને વિષય કરે છે ત્યારે તે વિષયભૂત પદાર્થને વિષય કરે છે
શ્રી નન્દી સૂત્ર
૧૪૭