________________
માની શકાશે ? જે સૂમરૂપે તેમને ગ્રહણ કરતા તેમનામાં જ્ઞાનમાત્રા ન હોય તો તે ભૂયવરૂપે તેમનું ગ્રહણ કરતાં કયાંથી આવશે? આ તે પ્રત્યક્ષ અનુભવની વાત છે કે રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી. તેથી તે તેમના સમુદાયમાં પણ નથી. ચરમ સમયે જે જ્ઞાન થવાને અનુભવ થાય છે તે એ સ્વીકારવું જોઈએ કે પહેલાંના સમયમાં પણ જ્ઞાન હતું જ, ભલે તે સૂક્ષ્મતમ આદિપે હોય, પણ છે અવશ્ય. તે કારણે વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ નથી પણ જ્ઞાનરૂપ છે, એમ માનવામાં કઈ મુશ્કેલી રહેતી નથી. વ્યંજનાવગ્રહમાં ક્યાં રૂપે જ્ઞાનરૂપતા છે એ વાત ત્યાં અવ્યક્ત જ છે. સૂત્રમાં બે ચકાર સ્વગત અનેક ભેદનું સૂચન કરે છે. એ ભેદનું વર્ણન સૂત્રકાર આગળ જતાં કરશે.
કા–જે વ્યંજનાવગ્રહ પહેલાં થાય છે અને ત્યાર બાદ અર્થાવગ્રહ થાય છે તે સૂત્રકારે પહેલાં અર્થાવગ્રહ કેમ કહ્યું ?
ઉત્તર–અર્થાવગ્રહ અનુભવમાં આવે છે વ્યંજનાવગ્રહ નહીં, તેથી સૂત્રકારે એમ કર્યું છે. જેમ કે આપણે ઝડપીમાં ઝડપી રીતે ચાલતા હોઈએ ત્યારે ઉપલબ્ધ વસ્તુમાં એવું ભાન થાય છે કે “આ કંઈક છે પણ શું છે તેનું સ્પષ્ટ ભાન થતું નથી. બીજી વાત એ છે કે અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મનથી થાય છે. વ્યંજનાવગ્રહ આંખ અને મનથી થતું નથી. તે કારણે વ્યંજનાવગ્રહ કરતાં અર્થાવગ્રહમાં પ્રધાનતા આવે છે. તેથી મુખ્ય હોવાથી સૂત્રકારે અર્થાવગ્રહને પહેલાં ઉલ્લેખ કર્યો છે, અને પાછળ વ્યંજનાવગ્રને | સૂર૭ |
વ્યાજનાવગ્રહ ભેદનિરૂપણમ્
હવે સૂત્રકાર ઉત્પત્તિ ક્રમની અપેક્ષાએ વ્યંજનાવગ્રહનું વર્ણન કરે છે“તે જિં તે વંશપુનાદે” ઇત્યાદિ.
પ્રશ્ન-હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ વ્યંજનાવગ્રહનું શું સ્વરૂપ છે?
ઉત્તર—વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને બતાવ્યું છે (૧) શ્રેગ્નેન્દ્રિય-વ્યંજનાગ્રહ, (૨) ધ્રાણેન્દ્રિય-વ્યંજનાવગ્રહ (૩) જિહેવેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને (૪) સ્પર્શેન્દ્રિય-વ્યંજનાવગ્રહ. આ રીતે આ ચાર પ્રકારને અવગ્રહ-વ્યંજનાવગ્રહ છે.
શંકા–ઈન્દ્રિયે તે પાંચ દર્શાવી છે. તથા છઠું મન પણ બતાવ્યું છે, તો પછી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે એમ શા માટે કહ્યું છે તે છે પ્રકારને કહે જેતે હતે.
ઉત્તર-ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિક પૌગલિક દ્રવ્યોને જે પરપરમાં સંપર્ક થાય છે તે વ્યંજન છે. આ વાત પાછળ બતાવી દીધી છે. ઇન્દ્રિ અને પદાર્થોને આ જે સંપર્ક છે તે એ ચાર ઈન્દ્રિયો વડે જ થાય છે, ચક્ષુ
શ્રી નન્દી સૂત્ર
૧૪૬