________________
દ્વારા શબ્દાદિક વિષયરૂપ અર્થ અવ્યક્તરૂપે ગ્રહણ થાય છે. એજ વ્યંજનાવગ્રહ છે. ઉપકરણ ઈન્દ્રિયને શબ્દાદિક રૂપ પિતાના વિષયની સાથે સંબંધ થતા પ્રથમ સમયથી લઈને અર્થાવગ્રહના પહેલાં જ તેમનું બહુજ ચેડાં પ્રમાણમાં જ્ઞાન થાય છે, જેમકે સુસ, મત્ત અને મૂચ્છિત વ્યક્તિઓને પદાર્થને સંબંધ થતા થતાં પ્રમાણમાં અવ્યક્ત બોધ થાય છે તેનું નામ વ્યંજનાગ્રહ છે. તેને કાળ અત્તમુહૂર્ત છે.
શંકા—વ્યંજનાવગ્રહના સમયે જ્યારે “આ કંઈક છે” એ સામાન્ય બધ પણ થવા પામતું નથી. તે પછી તેને જ્ઞાનરૂપ કેમ કહ્યું? એટલે કે જે વ્યંજનાવગ્રહના સમયે જ્ઞાનનું થોડું પણ સંવેદન (અનુભવ) થતું નથી તે પછી એ જ્ઞાનરૂપ કેવી રીતે માની શકાય કે જેથી તે મતિજ્ઞાનના એક ભેદરૂપ માની શકાય?
ઉત્તર-વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા ઘણી છેડી છે. અવ્યક્ત છે. તેથી તેનું સંવેદન થતું નથી. સંવેદન ન થવાથી તેમાં જ્ઞાનરૂપતાને અભાવ આવી શકતે નથી. તેમાં જ્ઞાનાંશરૂપતા ન હોય એટલે કે પ્રથમ સમયે પણ શબ્દાદિ રૂપે પરિણત દ્રવ્યની સાથે ઉપકરણ ઈન્દ્રિયોને સંબંધ થતા વ્યંજન નાવગ્રહ અનિવાર્ચનીય શેડી પણ જ્ઞાનમાત્રાને સ્વીકાર કરવામાં ન આવે તે પછી દ્વિતીય સમયમાં પણ જ્ઞાન માત્રા ન હોવી જોઈએ. આ રીતે અંતીમ સમયે પણ જ્ઞાન નહીં હોય; તેથી અર્થાવગ્રહ થઈજ નહીં શકે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રથમ સમયમાં જ્ઞાનમાત્રા અતિ અલ્પ હોય છે, પણ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંબંધ પુષ્ટ થતું જાય છે તેમ તેમ જ્ઞાનની માત્રા પુષ્ટ થતી જાય છે. જ્ઞાનની માત્રા જ્યારે એટલી પુષ્ટ થાય કે તેના વડે એમ ખબર પડવા માંડે કે “આ કંઈક છે” ત્યારે એ જ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહના રૂપે પરિણમે છે. જે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા કે જે તે સમયે અવ્યક્તતર કે અવ્યક્ત રૂપે રહે છે એમ ન માનવામાં આવે તે પછી વ્યંજનાવગ્રહની પછીના પુષ્ટિ થતાં જે અવગ્રહરૂપે પરિણતિ થાય છે તે કેવી રીતે થઈ શકે વ્યંજનાવગ્રહીને
શ્રી નન્દી સૂત્ર
૧૪૪