________________
અપૂર્વકરણની વિધિની હોય છે, તે આ વાત પણ એકાન્તતઃ માન્ય થઈ શકતી નથી કારણ કે કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે જે અપૂર્વકરણની વિધિની હોતી નથી, કારણ કે સ્ત્રી જાતિમાં પણ અપૂર્વકરણને સંભવ સાબિત થયેલ છે, તેથી તેઓ અપૂર્વકરણની વિધિની હોતી નથી. “નો નવગુણસ્થાનાહિતા” આ રીતે અપૂર્વકરણ ગુણસ્થાનવાળી હોવા છતાં પણ કેટલીક નવ ગુણસ્થાનવાળી નથી પણ હોતી, તે આ શંકાનાં નિવારણ માટે સૂત્રકાર કહે છે કે આ વાત પણ એકાન્તતઃ નિયમિત નથી. કારણ કે છઠ્ઠાં ગુણસ્થાનથી લઈને નવગુણસ્થાન સુધી એટલે કે ચૌદ ગુણસ્થાન સુધી-સાતમા, આઠમાં, નવમાં, દસમાં, અગીયારમાં, બારમાં, તેરમાં અને ચૌદમાં, એ નવ ગુણસ્થાન પણ સ્ત્રીઓમાં હોય છે. એ નવગુણસ્થાનોથી તેઓ રહિત હોતી નથી. એટલે કે કેટલીક સ્ત્રીઓ નવગુણસ્થાનયુકત પણ હોય છે. જે તે સ્ત્રીએ આ પ્રકારની હોય છે તે પછી તેઓ ઉત્તમ ધર્મની સાધક કેમ ન હોઈ શકે? તેને સારાંશ એ છે કે-તે તે કાળની અપેક્ષાએ પુરુષની જેમ આટલો ગુણ અને સંયમથી સમન્વિત સ્ત્રી પણ ઉત્તમ ધર્મની સાધિકા હોય છે. જે તે ઉત્તમ ધર્મની સાધિકા હોય છે તે કેવળજ્ઞાન પામે છે અને કેવળજ્ઞાન થતાં તેને નિયમ પ્રમાણે મેક્ષ મળે છે. છે આ પ્રમાણે અહીં સુધી સ્ત્રી મુક્તિનું સમર્થન કરાયું છે !
સભેદસ્ય પરસ્પર સિદ્ધકેવલ જ્ઞાનસ્યવર્ણનમ્
શકા—એ સઘળા ભેદને તીર્થસિદ્ધ અને અતીસિદ્ધ એ બન્નેમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે જે તીર્થકરે સિદ્ધ છે તેઓ તીર્થસિદ્ધ જ છે તથા એમનાથી ભિન્ન જે સિદ્ધ છે તે સર્વે અતીર્થસિદ્ધ છેતે પછી આટલા બધા ભેદને ઉદ્દેશ છે?
શ્રી નન્દી સૂત્ર
૧૧૭.