________________
ઉત્તર–જે કે આ રીતે એ બધાને સમાવેશ થઈ જાય છે છતાં પણ તેમને જે અલગ અલગ નિર્દેશ કર્યો છે તે ઉત્તરોત્તર ભેદને સમજાવવા માટે જ કર્યો છે. તીર્થસિદ્ધ કે અતીર્થસિદ્ધ કહેવા માત્રથી તે ભેદનું જ્ઞાન થઈ શકતું નથી, તેથી અજ્ઞાત ભેદને સમજાવવાને માટે વિશેષરૂપે એ બધા ભેદને અલગ અલગ ઉપાદાન કરીને સમજાવ્યા છે. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન થયું.
હવે પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું વર્ણન કરાય છે-“હે વિંનં gjપસિદ્ધ વઢના” ઈત્યાદિ.
પ્રશ્ન–પૂર્વોકત પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે?
ઉત્તર–પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારનું કહેલ છે. સિદ્ધત્વપ્રાપ્તિના સમયથી બે આદિ સમયવતી સિદ્ધપરંપરસિદ્ધ કહેવાય છે. તેમનું જે કેવળજ્ઞાન છે તે પરંપરસિદ્ધકેવળજ્ઞાન છે, પ્રથમ સમયમાં જે સિદ્ધ છે. આ પ્રમાણે સામાન્યરૂપે પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવીને સૂત્રકાર તેને વિશેષ રૂપે સમજાવવાના હેતુથી “સુમરદ્ધા” ઈત્યાદિ પદ દ્વારા સ્પષ્ટ કરે છે– જેમને સિદ્ધ થવાના બે સમય છે તેઓ ક્રિસમયસિદ્ધ છે. એ જ પ્રમાણે ત્રિસમયસિદ્ધ, ચતુઃસમય સિદ્ધથી દસમયસિદ્ધ સુધી, અને સંખ્યાતસમય સિદ્ધ અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ સમજી લેવા જોઈએ.
આ પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું વર્ણન થયું. તેના વર્ણનથી સિદ્ધ કેવળજ્ઞાનનું સંપૂર્ણ વર્ણન થયું. તે સૂ. ૨૧
શ્રી નન્દી સૂત્ર
૧૧૮