________________
દીક્ષા દેવાને નિષેધ છે તે તેથી એ જાણવા મળે છે કે તે સિવાયની સ્ત્રીઓની દીક્ષા લેવાને અધિકાર છે; વિશિષ્ટ નિષેધ અવિશિષ્ટમાં સંમતિને પિષક હોય છે.
તથા સ્ત્રીઓને પણ તે ભવમાં સંસારને ક્ષય થઈ જાય છે, કારણ કે તેઓ પણ ઉત્તમ ધર્મને સાધનારી હોય છે. તેથી તે વડે તેમનામાં કેવળજ્ઞાન પેદા થાય છે. કેવળજ્ઞાન થતાં નિયમ પ્રમાણે મુક્તિને લાભ મળે જ છે. કહ્યું પણ છે—
"णो खलु इत्थी अजीवो, ण यासु अभव्या णयावि दंसणविरोहिणी, णो अमाणुसा, णो अणारिउप्पत्ती, णो असंखेज्जाउया, णो अकूरमई, णो ण उवसंतमोहा, णो ण सुद्धाचारा, णो अशुद्धबोंदी, णो ववसायवज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणहाणरहिया, कहं न उत्तमधम्म साहि गत्ति"
छाया-न खलु स्त्री अजीवः, न चासु अभव्या, न चापि दर्शनविरोधिनी, नो अमानुषी, नो अनार्योत्पत्तिः, नो असंख्येयायुष्का, नो अतिक्रूरमतिः, नो न उपशान्तमोहा, नो न शुद्धाचारा, नो अशुद्धशरीरा, नो व्यवसायवर्जिता, नो अपूर्वकरणविरोधिनी, नो नवगुणस्थानरहिता कथं न उत्तमधर्मसाधिकेति ।
તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-“વહુ સ્ત્રી અનીવ” સ્ત્રી અજીવ નથી પણ જીવ જ છે. તેથી તેને ઉત્તમધર્મ સાધન કરવા સાથે કઈ વિરોધ નથી. લોકમાં પણ એ પ્રમાણે જ જોવા મળે છે. શંકા–જે જીવ માત્રને ઉત્તમ સાધક માનવામાં આવે તે પછી અભવ્યોને પણ જીવ હોવાથી ઉત્તમધર્મ સાધક માનવા પડે, પણ તેમનામાં તે ઉત્તમધર્મસાધતા મનાતી નથી. આ પ્રકારની આશંકા નિવારવા માટે સૂત્રકાર કહે છે કે “ર રાહુ ગમળ્યા” અભવ્ય નથી જે કે સ્ત્રીઓમાં પણ કેટલીક સ્ત્રીઓ અભવ્ય હોય છે તે પણ સવે અભવ્યજ છે એવી વાત નથી. સંસારથી નિવેદ, ધર્મથી અદ્વેષ, તથા સેવા આદિ ગુણ તેમનામાં નજરે પડે છે. “ન જા તનવોદિની” ભવ્ય હાઈને તેઓ સમ્યગુદર્શનની વિધિની હોતી નથી. કેટલાક પ્રાણીઓ એવાં હોય છે કે તેઓ ભવ્ય હોવા છતાં પણ સમ્યગદર્શનથી વિરોધ રાખે છે, પણ તેઓ એવી નથી કારણ કે તેમનામાં આસ્તિકતા આદિ ગુણ જોવા મળે છે. “ન માનુષી” મનુષ્યજાતિમાં તેઓ ઉત્પન્ન થાય છે કારણ કે તેમનામાં મનુષ્યજાતિની રચના પ્રમાણે વિશિષ્ટ-હાથ, પગ, છાતી, અને ગ્રીવા વગેરે અવયની રચના જોવામાં આવે છે. માટે તેઓ “અમાનુષી” નથી “નો જનાન્તિઃ ” કેટલીક માનુષી પણ હોય છે પણ જે તેઓ અનાર્યો હોય તે નિર્વાણને યોગ્ય મનાતી નથી તેથી
શ્રી નન્દી સૂત્ર
૧૧૫