________________
નહીં, કારણ કે તેમનામાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે જ. જે આપ એમ કહેતા છે કે પુરુષોમાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે, તો પુરુષોમાં પણ આ પ્રવચન કેવી રીતે પ્રમાણુ ગણાશે? કારણ કે પુરુષ પણ વિશેષરૂપ જ છે. છતાં પણ આપ જે એમ કહે કે આ પ્રવચન પુરુષમાં પ્રમાણ છે, તે સમાન ન્યાયથી તેને સ્ત્રીઓમાં પણ પ્રમાણ માનવું જોઈએ. - જે એમ કહે કે પુરુષમાં જ આ વચનની ચરિતાર્થતા છે તેથી તે ત્યાં જ પ્રમાણ માની શકાય, સ્ત્રીઓમાં નહીં. તે એવું કહેવામાં પ્રમાણ નથી પણ ફક્ત કથન જ છે. જે રીતે તમે એમ કહે છે એ રીતે અમે પણ એમ કહી શકીએ કે આ પ્રવચન પુરુષમાં ચરિતાર્થ નથી, સ્ત્રીઓમાં જ ચરિતાર્થ છે. તેથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈએ.
ફાં –જે આ પ્રવચનને સામાન્ય વિષયક માનવામાં આવે તે અપર્યાપ્તક મનુષ્યાદિકમાં તથા દેવ નારક અને તિર્યમાં પણ નિર્વાણપદ પ્રાપ્ત થવાને પ્રસંગ માનવે પડશે. તે આ પ્રકારની શંકા કરવી તે પણ એગ્ય નથી. કારણ કે અપર્યાપ્ત મનુષ્ય આદિ આ પ્રવચનને વિષય નથી. તે તે અપવાદના વિષય છે. અને અપવાદને જતે કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિ થાય છે, કહ્યું પણ છે–
અપવા પરિણા કરણa પ્રવર્તતે ઈતિ. તે અપવાદ “મિચ્છાલિટિપજે” તથા “સુર નારસુ હરિ સત્તાર તિરિ કા પં ” આ પ્રકારે છે. એ મિથ્યાદષ્ટિ, અપર્યાપ્તક, દેવ, નારક અને તિર્યંચને છોડીને ઉપરત આગમવાક્ય ચરિતાર્થ થાય છે. એટલે કે એમને છોડીને બધા મનુષ્ય મુક્તિના અધિકારી છે. કહેલ પણ છે–
" मनुजगतौ सन्ति गुणाश्चतुर्दशेत्यायपि प्रमाणं स्यात् । ____पुंवत् स्त्रीणां सिद्धौ नापर्याप्तादिवद्वाधा" ॥ १ ॥ इति
આ પ્રમાણે તેનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મનુષ્ય સ્ત્રી નિર્વાણ પામે છે કારણ કે પુરુષની જેમ ત્યાં મેક્ષનાં કારણેની અવિકલતા રહે છે. નિર્વાણનું કારણ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય છે. આ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય તેમનામાં વિદ્યમાન રહે છે, એ વાત અમે પહેલાં સિદ્ધ કરી છે. તેથી કંઈ મનુષ્ય સ્ત્રી મેક્ષનાં કારણેની અવિકલતાથી યુક્ત હેવાને કારણે મોક્ષ પ્રાપ્ત કરે છે, અમારું એ કથન તદ્દન નિર્દોષ છે.
તથા જેમ પુરુષ પ્રવજ્યા (દીક્ષા) ગ્રહણ કરવાના અધિકારી છે એજ પ્રમાણે તેઓ પણ છે, તેથી તે વડે પણ એજ વાતને પુષ્ટી મળે છે. કેઈ કઈ મનુષ્ય સ્ત્રી પ્રવ્રજ્યાની અધિકારિણી છે આ અમારું કથન સિદ્ધ થયાં વિનાનું નથી, કારણ કે “દિવાળી વાઢવચ્છા ૨ પાવે ર વધૂ” આ સિદ્ધાન્ત વાક્યથી ગર્ભિણી તથા બાલવત્સાને દીક્ષા દેવાને નિષેધ છે, તેથી જે તેમને
શ્રી નન્દી સૂત્ર
૧૧૪