________________
ઉત્તર–એમ કહેવું પણ બરાબર નથી. એવું કોઈ પ્રમાણ નથી કે જે સ્ત્રીઓમાં સમ્યગુદર્શનાદિક રત્નત્રયના પ્રકર્ષની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રવૃષ્ટિ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણુની અપ્રવૃત્તિ હોવાથી તે તે આ વાતના સમર્થક થતાં નથી. એ જ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હેવાને કારણે ત્યાં અનુમાનની પણ પ્રવૃત્તિ હોતી નથી, એટલે કે અનુમાન પણ એ બતાવી શકતું નથી કે સ્ત્રીઓમાં સમ્યગદર્શનાદિકના પ્રકર્ષની અસંભવતા છે. બાકી રહ્યાં આગમ, તે તે સ્થળે સ્થળે એજ પ્રગટ કરે છે કે સ્ત્રીઓમાં તેમને પ્રકષ હોઈ શકે છે “ફથી કુરિત સિદ્ધાર” આ ગાથા જ તે માટે પ્રમાણભૂત છે. તેથી રત્નત્રયના પ્રકર્ષની અસંભવતા વડે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં જે હીનતા દર્શાવાય છે તે બરાબર નથી. વળી–આપ સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રકને જે અભાવ સિદ્ધ કરે છે તે કેમ કરે છે? કહે કે શું તેમનામાં તેમને પ્રકષ હવાનાં કારણેને અભાવ છે? અથવા શું સ્ત્રીઓને સ્વભાવ જ એ છે કે જે તેમને પ્રકર્ષ થવા દેતું નથી? કે રત્નત્રયનું વિરોધી ત્યાં સ્ત્રીપણું છે. પહેલે પક્ષ તો એ કારણે જ ઉચિત માની ન શકાય કે જ્યારે તેઓ અભ્યાસ કરતી રહે છે તે એજ અભ્યાસ તેમના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ તેમને માટે બની જાય છે, એવું શામાં કહેલ છે. રત્નત્રયને અભ્યાસ સ્ત્રીઓમાં હોય છે તે બાબતમાં તે વિવાદ છે જ નહીં.
સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે, એ પણ બરાબર નથી. રત્નત્રયને પ્રકર્ષ એજ છે કે જેના પછી મુકિતપદની પ્રાપ્તિ થઈ જાય. એ તે પ્રકર્ષ અગીગુણસ્થાન અવસ્થામાં હોય છે, અને તે ચરમસમયભાવી છે. અગીગુણસ્થાન અવસ્થા છદ્મસ્થાને અપ્રત્યક્ષ હોય છે તે “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” એકેવી રીતે જાણી શકાય છે? કારણ કે તે પરમ પ્રકમાં પ્રત્યક્ષને વિષય નથી. જે દશ્યમાન નથી તેની સાથે વિધીની કલ્પના કરવી તે બરાબર નથી. જે અદશ્ય પ્રકર્ષની સાથે વિરોધ માનતા હો તે પછી પુરૂષોની સાથે પણ તેને વિરોધ માની લેવું જોઈએ. આ પ્રમાણે રત્નત્રયના અભાવે સ્ત્રીઓમાં પુરુષો કરતાં હીનતા માની શકાય નહીં.
જે એમ કહો કે વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રીઓ પણ પુરૂષો કરતાં હીન છે તે એમ કહેવું તે પણ બરાબર નથી. શા માટે ? સાંભળે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એમ આપ કયા કારણે કહો છે? શું તેઓ સાતમી નરકે નથી જતી માટે?, અથવા વાદાદિલબ્ધિરહિત હોવાને કારણે? અથવા તેમને અલ્પ શ્રુતજ્ઞાન થાય છે તે માટે ? અથવા અનુપશ્ય મૃતા પારાંગિત રહિત હોય છે તે કારણે
જે કહો કે તેઓ સપ્તમ પૃથ્વીમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. જગતમાં સર્વોત્કૃષ્ટપદપ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. બીજી રીતે થતી નથી. એવી આપની તથા અમારી માન્યતા છે. કારણ
શ્રી નન્દી સૂત્ર
૧૦૩