________________
એમ જ કહેત પણ શાસકારે તેમજ કહ્યું નથી જેથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓને સામાન્યતઃ દીક્ષાને નિષેધ નથી એટલે કે સ્ત્રીત્વ એ ચારિત્રનું વિરોધી નથી.
એજ પ્રમાણે જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ મંદ શકિતવાળી હોય છે તેથી સ્ત્રીઓમાં ચારિત્રની અસંભવતા છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે અહીં વ્રત, તપ કરવા લાયક શક્તિ એવો અર્થ ગ્રહણ કરાયેલા છે, તેના સિવાયની બીજી શકિતને નહીં, કારણ કે બીજી શકિત અનુપયોગી મનાયેલ છે. જેના દ્વારા વ્રત, અને તપ ધારણ કરાય છે અને તેમનું અનુષ્ઠાન કરાય છે તે શકિત દુર્ઘર્ષ શીલવાળી સ્ત્રીઓમાં ખૂબ હોય છે, જેમકે કહ્યું પણ છે
“बाह्मी सुन्दर्यार्या राजीमती चन्दना गणधराद्याः।
ગપિ સેવ-મનુષ-મહિતા, વિત્યા રીસ્ટવિખ્યા” Rશા એટલે કે આ શ્લેકમાં કહેલ બ્રાહ્મી, સુન્દરી, રાજીમતિ, ચન્દનબાળા આદિ સાધ્વીએ દેવ મનુષ્ય વડે પૂજાઈને શીલ અને સન્ત વડે વિખ્યાત છે. આ પ્રમાણે “સ્ત્રીઓ મંદ શકિતવાળી હોવાથી સ્ત્રીઓમાં રત્નત્રયનો અભાવ છે” એવા તમારા પક્ષનું ખંડન થઈ જાય છે.
આ પ્રમાણે જે સ્ત્રીઓમાં ચારિત્રની સંભવતા નિશ્ચિત થઈ જાય છે તે જ્ઞાન દર્શનની પણ સંભવતા સારી રીતે નિશ્ચિત થઈ જાય છે. કારણ કે ચારિત્ર જ્ઞાન અને દર્શન સહિત હોય છે. તેમના વિના ચારિત્ર હોતું નથી. “પૂર્વછામઃ પુનત્તરાએ મત્તિ દ્ધિઃઉત્તરના લાભમાં–ચારિત્રની પ્રાપ્તિમાં–પૂર્વદ્રયને લાભ સિદ્ધ થાય છે, એટલે કે ચારિત્રના લાભ સાથે જ સમ્યક્દર્શનને લાભ પ્રાપ્ત થાય છે. તેથી “સ્ત્રીઓમાં જ્ઞાનદર્શનને અભાવ છે” એવું કથન પણ બરાબર નથી. તેથી એવું કહેવું કે “સમ્યગદર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષો કરતાં અપકૃષ્ટ-હીન છે” એ કથન પણ ફક્ત એક પ્રલાપ જ છે. આ સમયમાં પણ સ્ત્રીઓ સમ્યગુદર્શનાદિક રત્નત્રયનો અભ્યાસ કરતી જોવામાં આવે છે. જેમ કે કહ્યું પણ છે-જ્ઞાનીને વિનવવન શ્રદ્ધત્ત જપતિ વાર્થિSઘરમ્”
પ્રશ્ન–સ્ત્રીઓમાં સમ્યગદર્શનાદિક રત્નત્રયના સદૂભાવથી મુક્તિની પ્રાપ્તિ સંભવિત હોતી નથી, એટલે કે સમ્યગદર્શનાદિક રત્નત્રયના સંભવમાત્રથી જ તેમને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી પણ પ્રકષપ્રાપ્ત જ સમ્યગ્રદર્શનાદિક રત્નત્રય જ મુક્તિપદની પ્રાપ્તિનું કારણ હોય છે. જો એમ ન માનવામાં આવે તે દીક્ષા લીધા પછી જ સર્વેને મુકિત પ્રાપ્ત થવી જોઈએ, પણ એવું થતું નથી. તેથી એમ માનવું પડે છે કે સમ્યગદર્શનાદિક રત્નત્રય જ્યારે પ્રકર્ષાવસ્થાને પામે છે ત્યારે જ જીવને મુકિત પ્રાપ્ત થાય છે. તેમને આ પ્રકર્ષ સ્ત્રીઓમાં હેતે નથી–પુમાં જ હોય છે, તેથી સમ્યગદર્શનાદિકના પ્રકર્ષને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષો કરતાં અપકૃષ્ટ-હીન મનાય છે.
શ્રી નન્દી સૂત્ર
૧૦૨