________________
કે એ વાત દર્શાવનાર આગમ પ્રમાણ આપણને બન્નેને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક છે કારણ કે તેનાથી આગળ બીજું કઈ દુઃખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેક્ષ છે. શાસ્ત્રો બતાવે છે
કે સ્ત્રીઓ સાતમી નરકે જતી નથી, કારણ કે સાતમી નરકે જવાને યોગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને તેમનામાં અભાવ છે. આ રીતે સાતમી નરકમાં જવાને અભાવ હોવાથી સંમૂચ્છિમ આદિની જેમ સ્ત્રીઓમાં સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને અભાવ સિદ્ધ થાય છે.
એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે જે તેમનામાં સાતમી નરકમાં જવાને ગ્ય સર્વેકષ્ટ પરિણતિને અભાવ છે તે આપ એમ કેવી રીતે જાણે છે કે તેમનામાં નિશ્રેિયસ પ્રત્યે સર્વોત્કૃષ્ટ મનેવીયરૂપ પરિણુતિને પણ અભાવ છે. એવી તે કઈ વાત નથી કે જે પુરુષ ભૂમિકર્ષણદિક કાર્ય કરવાને અસમર્થ હોય તેઓ શાસ્ત્રો ભણવાના અથવા જાણવામાં પણ અસમર્થ હોય? કારણ કે તેમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે હાથી એક સોયને ઉઠાવી ન શક્તિ હોય તે શું વૃક્ષની શાખાઓને તોડવાને અસમર્થ હોય છે? હેતે નથી. જે એમ માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે.
જે એમ માની લઈએ કે સંમૂછિમ આદિમાં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવાને તથાવિધ સર્વોત્કૃષ્ટ મનવીય રૂ૫ પરિણતિને અભાવ જોવામાં આવે છે. એ જ પ્રમાણે સ્ત્રીઓમાં પણ તાદૃશમનો વીર્ય૩૫ પરિણતિને અભાવ નિશ્ચિત થાય છે તે એમ કહેવું તે એ કારણે બરાબર લાગતું નથી કે સંમૂછિમ આદિમાં જે તાદૃશ મને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે, અહીં એ કઈ પ્રતિબંધ નથી. તથા સાતમી પૃથ્વીમાં ગમન થવું એ કંઈ નિર્વાણ ગમનના પ્રતિ કારણ તે છે નહીં, અને ન નિર્વાણગમન સપ્તમપૃથ્વીગમન અવિનાભાવી છે, કારણ કે ચરમ શરીરી જે વ્યક્તિઓ હોય છે તેઓ સપ્તમપૃથ્વીગમન વિના જ મોક્ષે જતાં જેવામાં આવે છે.
તથા તમારી આ વાત જે માની લઈએ કે સ્ત્રીઓ સાતમી નરકમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે અને તેથી જ તેઓને પુરુષો કરતાં હીન માનવામાં આવી છે તે એ બાબતમાં અમારો આપને એ પ્રશ્ન છે કે આ જે તેમનામાં સાતમી નરકે ગમનને અભાવ છે તે શું છે ભવમાં તેમને મુકિત પ્રાપ્ત થાય છે એજ ભવની અપેક્ષાએ વિવક્ષિત છે ? કે સામાન્યરૂપે વિવક્ષિત છે. જે તેમને પહેલે પક્ષ સ્વીકાર્ય ગણાય તે એ રીતે પુરુષને પણ મુકિત મળી શકતી નથી, કારણ કે જે જન્મમાં તેમને મેસે જવાનું થાય છે તે જન્મમાં તેઓ સાતમી નરકમાં જતા નથી.
શ્રી નન્દી સૂત્ર
૧૦૪