SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ એવી રીતે આપણે મૂઢ લેકે કામભોગમાં મૂછ પામ્યા છીએ અને રાગ-દ્વેષની અગ્નિમાં બળતા છતાં બુઝતા નથી, ધર્મ પામતા નથી. ૪૩ ભોગે ભોચ્ચા વમિત્તા ય, લહુભૂય વિહારિણે આમેયમાણ ગતિ , દિયા કામકમા ઇવ ૪૪ જે વિવેકી છે તે ભોગવેલા ભોગને ત્યાગીને પ્રસન્નતા સાથે પ્રવજ્યા લે છે અને પક્ષી અને વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરે છે. ૪૪ ઇમે ય બદ્ધા કુન્દન્તિ, મમ હOજમાગયા ! વયં ચ સત્તા કામેસુ, ભવિસામે જહા ઇમે ૪૫ હે આર્ય! આપણે પ્રાપ્ત કામભોગને વિષે પૃદ્ધ બન્યા છીએ જે અનેક ઉપાય કર્યા પછી પણ રહેવાના નથી. આ માટે અમે પણ ભૃગુ આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લઈશું. ૪૫ સામિસ કુલવં દિલ્સ, બઝમાણુ નિરામિર્સ ! આમિસંસવ્વમુક્ઝિત્તા, વિહરિસ્સામિનિરામિસા ૪૬ એક પક્ષીના મોંમાં માંસનો ટુકડે જોઈને બીજું પક્ષી તેના ઉપર ઝડપ મારે છે પરંતુ માંસને ટુકડે છોડયા પછી તે સુખી થાય છે એવી રીતે હું પણ માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીશ અને નિરામિસ-અનાસક્ત થઈને વિચરીશ. ૪૬ ગિદ્ધોવમે ઉ નચાણું, કામે. સંસારવણે ઉગે સુવણપાસે વ્ય, સંકમાણે તણું ચરે ૪૭ ગિધ પક્ષીની ઉપમાને જાણીને અને કામભોગ સંસાર વૃદ્ધિના કારણ જાણીને એ પ્રમાણે એને છોડી દે. જેવી રીતે ગરૂડની સામે શંકિત સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યો જાય છે.. ૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy