________________
વર્ગથી ગણવામાં આવે તે એને સર્વાકાશ અર્થતૂ-લેક લેકરૂપ સંપૂર્ણ આકાશમાં પણ સમાવેશ થઈ શકે નહીં. અર્થાત્ આટલું સુખ સિદ્ધોને છે.
પ્રશ્ન–જ્યાં કાંઈ પણ સુખ ઉત્પન્ન થાય છે, તે રૂપાદિ વિષયને આશ્રિત બનાવીને જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મુકિતકાળમાં લોકના અગ્રભાગમાં વિષયને અભાવ હોવાથી સુખની સંભાવના હોઈ શકે જ નહીં છતાં પણ એવું કહેવું કે, “સિદ્ધ પરમાત્મા અતુલ સુખને ભેગવે છે. ” આ કઈ રીતે માની શકાય? તે આને ઉત્તર આ પ્રમાણે છે–જુએ લેકમાં સુખ શબ્દના ચાર અર્થ છે –
" लोके चतुबिहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे, विपाके मोक्ष एवच ॥ १ ॥ मुखो बह्निः सुखो वायुः, विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, मुखितोऽस्मिति मन्यते ॥२॥ पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् ।
कर्मक्लेश विमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥ ३ ॥ વિષય (૧) વેદનાને અભાવ (૨) વિપાક (૩) મોક્ષ (૪) “અગ્નિ સુખકારક છે, વાયુ સુખકારક છે.” ઈત્યાદિ શબ્દમાં સુખ શબ્દનો પ્રયોગ વિષયની અપેક્ષાથી થયેલ છે. (૧) જે સમયે દુઃખને અભાવ થાય છે તે સમયે હું સુખી છું” આ પ્રકારને અનુભવ થાય છે. આથી અહીં વેદનાના અભાવને લઈને સુખ શબ્દ પ્રયોગ થયેલ છે. (૨) પુણ્યકર્મના વિપાકરૂપ ઉદયથી જ્યારે જીવને ઇચ્છિત ઈન્દ્રિયેને વિષય પ્રાપ્ત થાય છે. ત્યારે એ જીવ પિતાને સુખી માને છે, આથી વિપાકમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૩) જે સમયે આમાથી કર્મ અને કલેશને અભાવ થઈ જાય છે એ સમયે આ જીવને મોક્ષમાં અતુલ અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૪) તાત્પર્ય એ છે કે, “મોક્ષમાં અતુલ અનુપમ સખ છે. અહીં જે સુખ શબ્દ પ્રયોગ થયેલ છે તે સકલકમ અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
३००