________________
કલેશના આત્યંતિક ક્ષયથી પ્રાપ્ત જે શાશ્વતિક અનંત અને અનુપમ સુખ છે એમાં થયેલ છે. આજ સુખનું બીજું નામ મોક્ષ છે. આજ કારણે એવા સુખમાં શંકા માટે સ્થાન જ નથી. “જીવઘન” આ વિશેષણથી સૂત્રકારે સીંગતે દ્વારા માન્ય યુકિતને નિષેધ કરેલ છે. સીગતેએ મુકિતને અભાવરૂપ માનેલ છે. પરંતુ એમના મત અનુસાર મુકિતની આ માન્યતા ઠીક બેસતી નથી. “ચિત્ત સંતતિને નિરાધ જ્યારે થઈ જાય છે, ત્યારે જીવની મુકિતની પ્રાપ્તિ થાય છે.” એવી માન્યતા મુક્તિના વિષયમાં બૌદ્ધોની છે. ચિત્તસંતતિને નિરોધ એઓએ સર્વથા અભાવરૂપ માનેલ છે. આ ચિત્તસંતતિને નિરોધ અત્યક્ષણમાં જીવને પ્રાપ્ત થાય છે. આના પછી ફરી ચિત્તસંતતિ ચાલતી નથી. ચિત્તસંતતિનું ચાલું રહેવું એ સંસાર, અને તેને અભાવ જ મોક્ષ છે. આથી આ મેક્ષ અભાવરૂપ માનવામાં આવેલ છે. આના ઉપર જૈન દાર્શનિકનું એવું કહેવું છે કે, બૌદ્ધોએ અર્થ ક્રિયાકારી પદાર્થને જ વસ્ત. માનેલ છે. જે આ અર્થ કિયાથી વિહિન છે તે એના સિદ્ધાંત અનુસાર ખર વિષાણુ (ગધેડાના શીગડા ની માફક અવસ્તુ છે. જ્યારે મુકિતમાં ચિત્ત સંતતિનો સર્વના નિરોધ બને છે તે તે અર્થ કિયા કારિતા એમાં ન થવા થી ત્યાં અવતુરૂપતાની આપત્તી બૌદ્ધોને આવે છે. કારણ કે, મુકિત એક એવી અંતિમ ક્ષણ છે, કે જેમાં આગળ ચિત્તસંતતિ ચાલતી નથી. આ ચિત્તસંતતિ તે સંસારમાં જ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે. મુકિતમાં નહીં. પૂર્વ ક્ષણ, ઉત્તર ક્ષણને જ ઉત્પન્ન કરી નાશ પામે છે. હવે આ અત્યક્ષણરૂપ મુકિત ઉત્તર ક્ષણાન્તરને તે ઉત્પન કરતી નથી, નહીં તે એમાં મુકિતત્વને વિરોધ આવવાને. આ અન્ય ક્ષણરૂપ મુક્તિમાં અર્થ કિયા કારીતાને અભાવ હોવાથી અવસ્તુત્વની આપત્તિ આવવી સ્વાભાવિક જ છે. જ્યારે આ પ્રમાણે એમાં અવસ્તુત્વનું સમર્થન થઈ જાય છે ત્યારે જે અવસ્તુ હોય છે. એ જન્ય બની શકતી નથી. જન્ય તે વસ્તુ જ થયા કરે છે. આકાશ કુસુમ જેવા અવસ્તુરૂપ પદાર્થોને શું કેઈએ ક્યાંય ઉત્પન્ન થતા જોયા છે? આ પ્રમાણે જ્યારે અંતિમ ક્ષણરૂપ મુકિતમાં અવડુત્વાપત્તિ આવી ત્યારે આથી એ પણ માનવું પડશે કે, આ અત્યક્ષણને ઉત્પાદક જે અવ્યવહિત પૂર્વેક્ષણ છે એ પણ અવતુ સરરૂપ છે. અથવા જ્યારે અન્ય ક્ષણમાં આવતુરૂપતા નકકી થઈ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૦૧