________________
ત્યાં જ એ સુંદર તેમજ અસુંદર ભાવને જગાડનાર બને છે. આથી એ વાત ને સમર્થન મળે છે કે, ઇન્દ્રિયનાં વિષયભૂત શબ્દાદિક પદાર્થોમાં સ્વભાવતઃ ન સુંદરતા છે અને તે અસુંદરતા છે. પરંતુ રાગદ્વેષથી ભરેલા પ્રાણી દ્વારા તેમાં સુંદરતા તેમજ અસુંદરતાની કલ્પના ઉત્પન્ન કરાવાય છે. આથી સઘળા અનર્થોનું કારણ આ રાગદ્વેષ રૂપ ભાવજ છે. કહ્યું છે
સ્ત્રીનું મૃત કલેવર જ્યારે કામીની દષ્ટિએ પડે છે તે તે એને વિકારની દષ્ટિથી જુએ છે. કુતરૂં માંસ દષ્ટિથી જુએ છે, એજ શબને સંયમી ધર્મ દષ્ટિથી જુએ છે. આ વિષયમાં કથા આ પ્રકારની છે. -
એક વેશ્યા ભર જવાનીમાં મરી ગઈ, જ્યારે એને બાળવાવાળા માણસો એના શબને સ્મશાનમાં લઈ ગયા ત્યારે ત્યાં એક યોગીરાજ ધ્યાન લગાડીને
કે દૂર બેઠેલ હતા. શબને ઉપાડવામાં એક કામી વ્યકિત પણ હતી, વેશ્યા અપર્વ સુંદર હતી, આથી જઈને જ્યારે સ્મશાનમાં તેના શબને ઉતારીને રાખ્યું ત્યારે તેને જોતાંજ કામીના મનમાં વિચાર આવ્યું કે, આ સ્ત્રી જે મને જીવીત અવસ્થામાં મળી હતી તે હું આની સાથે વિષયને આનંદ ભેગવી શકત એજ વખતે ત્યાં આજુબાજુમાંથી કેઈ એક જંગલી કુતરે આવી પહોંચ્યું હતું અને તે કુતરે એ શબને પિતાનું ભક્ષ્ય સમજીને વિચારવા લાગ્યું કે, આ સઘળા માણસે જે આની પાસેથી દૂર થઈ જાય તે મારા માટે ઘણું જ ઉત્તમ બને કારણ કે, હું આને ખાઈ જાઉં. પાસે બેઠેલા યોગીરાજ ધ્યાન સમાપ્ત કરી એ શબને જોઈને વિચારવા લાગ્યા કે, અહે આ અજ્ઞાની છાણીયે વ્યર્થમાં જ પોતાનું અમૂલ્ય એવું સુંદર જીવન વિષયની તૃષ્ણામાં બાળી બાળીને નષ્ટ કરેલ છે. જે એણે પિતાના ઉત્તમ જીવનને સંયમ આરધનામાં લગાડીને પિતાનું ભલું કર્યું હોત તે ઘણું જ સારું થાત.
શંકા–પહેલાં તે સૂત્રકારે “સ ચ ો તેસ વીચા” આવું કહી જ દીધું છે કે, જે આ રૂપાદિકમાં સમભાવ રાખે છે એ જ વીતરાગ હોય છે. અને અહીં ગાથામાં તે વાતને ફરીથી શા માટે કહેવામાં આવેલ છે. આનું સમાધાન આ પ્રકારનું છે–
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૦૮