________________
-વિઝામત્તિ. મરીને દૈવલેાકમાં જન્મ લે છે. નિરતિચાર અને નિદાન રહિત આરાધન કરાયેલું સવ ચારિત્ર અથવા દેશ ચારિત્ર જ છત્રની દુતિને ટાળનાર અને દેવગતિની પ્રાપ્તિ કરાવનાર હાય છે. એનુ તાત્પ એ છે કે ચાહે તે સાધુ હાય કે, ગૃહસ્થ હોય પણ જો તે પેાતાના ત્રાનુ યથાર્થ રૂપથી પાલન કરતા નથી અને તેમાં દ્વેષ લગાડે છે તે તે મલિન ચારિત્ર તેને તેની તે દુર્ગતિથી મચાવી શક્તાં નથી. યથાર્થ નિરતિચાર ચારિત્રના આરાધનથી જ દેવલેાકની પ્રાપ્તિ થાય છે અને દુગતિથી ખચી શકાય છે.
દુર્ઘત મેં દુર્ભતિ નામક દદ્રિ કા દ્રષ્ટાંત
દૃષ્ટાંત——રાજગૃહપુરમાં એક દુર્ગતિ નામના રિદ્રી રહેતા હતા. તે ભિક્ષા માટે દરરાજ આખા દિવસ નગરમાં ભટકતા હતા. એક દિવસ તે ભટકતા ભટકતા વેલારગિરિની નજીકમાં આવેલા એક ઉદ્યાનમાં પહોંચી ગયે. ત્યાં તેણે કેટલાએ માણસને ભેાજન કરતા જોયા. લેાજન કરતા એ માસાને જોઇને આ દરિદ્રીની જીભમાં રસની લેવુપતા આવી ગઈ. તેણે ત્યાં ભિક્ષાપ્રતિની આશાથી રખડવા માંડયું અને “ હું દાતા ! કાંઇ ખાવાનું મેળવી આપે, કેટલાયે દિવસેાના ભૂખ્યું છું,” આ પ્રકારનાં દીન વચન કહેવા લાગ્યા પરંતુ એ ભાગ્યહીનને કાઈ એ કાંઈ આપ્યું નહીં. જ્યારે માગવાથી પણ તેને કાંઈ ન મળ્યું તે તેના ચિત્તમાં ઇર્ષા વધી અને તેણે ઈર્ષારૂપ દ્વેષને વશ થઈ તે વિચાર કી કે, “ જુએ તા ખરા! આ લાકા કેટલા નિર્દય અને સ્વાથી છે. પેાતે તા ખાઇ રહ્યા છે પરંતુ મારા જેવા દરદ્રીને એક ટુકડો પણ આપતા નથી. આવા એ નિર્દય સ્વાર્થીયાના તા તે આ જે વૈભારગિરિની નીચે બેઠેલા છે, તેના એક શિલાથી જ શરીરના ચુરેચુરા કરી નાખવા જોઈએ. આ પ્રકારના આવેશ સાથે તે વૈભારગિરિ ઉપર જઈ ચડયા અને ક્રોધાનલથી સળગત રાષમાંને રાષમાં તેણે તેમના ઉપર પત્થર નાખવાના દુષ્ટ આશયથી તે પર્વતની એક ભારે એવી શિલાને ગમડાવવાના પ્રયત્ન કર્યાં. આ પ્રયત્નમાં તે ખીચારા પેાતે જ તેની નિચે ચગદાઈ ગયા, ચગદાતાં જ તેના શરીરના ચુરેચુરા ઉડી ગયા અને મરીને તે સાતમી નકમાં ગયા. આ રીતે ભિક્ષુ પણ દુર્ધ્યાન તથા દુઃશીલતાના કારણથી નરકમાં જાય છે. ૫૨૨૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૬ ૬