________________
સાથે વાદવિવાદ કરવા લાગે. રાજપુરુષોએ જ્યારે તેની આ ચેષ્ટા જોઈ તે તે એને પકડીને રાજાની પાસે લઈ ગયા. રાજા સમયે કે “આણે મારી આજ્ઞાને ભંગ કર્યો છે. એટલે તેણે એને મારવાની આજ્ઞા આપી દીધી. રાજપુરોહિતે જ્યારે આ સમાચાર જાણ્યા તે તે દેડીને રાજાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા-સ્વામિન ! આપ દંડ તરીકે મારું સર્વસ્વ લઈ લે પણ મારા આ પુત્રને છોડાવો. મારવાને હુકમ ન આપો. પરંતુ રાજાએ પુરોહિતની વાત ન માની, પુરોહિતે પિતાનું સર્વસ્વ આપવાની અને તેના બદલામાં પુત્રને છોડી દેવાની વિનંતી કરી પરંતુ રાજાએ પહિતના પુત્રને છેડો નહીં. પુરહિતપુત્રે જ્યારે એ જાણ્યું કે, હવે તેને કઈ જ બચાવી શકે તેમ નથી ત્યારે તે બિચારે નિઃશરણ બની પિતાના કર્તવ્ય ઉપર પશ્ચાત્તાપ કરવા લાગ્યું. અને દીન હીન દશાને પામી પ્રાણાંતિક દંડને ભગવ્યો. આ કથાને સારાંશ ફક્ત એટલો જ છે કે, ધન પણ એ પુરોહિતપુત્રના પ્રાણને બચાવી ન શકયું. પછી એ કેમ માની શકાય કે, કરેલાં કર્મના ફળને ટાળવામાં ધન સમર્થ થઈ શકશે? આ પુરહિતપુત્રનું દાન્ત થયું.
સમ્યગ્દર્શનાદિક કો પ્રાપ્ત કરકે ભી મોહાધીન જીવ ઉસકા નહીં પાનેવાલા
જૈસા હોતા હૈ, ઇસ પર ધાતુવાદી પુરૂષકા દ્રષ્ટાંત
સમ્યદર્શનાદિકને પ્રાપ્ત કરીને પણ અનંત મોહવાળે જીવ એનાથી વંચિત જ બની રહે છે. એના ઉપર ધાતુવાદીનું દૃષ્ટાંત આ પ્રકારનું છે.
કેઈ એક વિશાળ પર્વત ઉપર કેટલાક ધાતુવાદી પુરુષો રહેતા હતા. તે એક દિવસ સળગતો દીવો લઈને તેમની ગુફામાં ગયા. જ્યારે તેઓ તે ગુફામાં કેટલેક દૂર સુધી અંદર તે ગયા પણ એમના પ્રમાદને કારણે દીવો બુઝાઈ ગયે. હવે શું થાય? એ ગુફામાં ચારે તરફ અંધકાર છવાઈ ગયે. હાથની હથેળી પણ જોઈ શકાતી ન હતી. બહાર નીકળવાને માર્ગ શોધવા ઘણા ફાંફા માર્યા પણ ગુફામાંથી બહાર નીકળવાને માર્ગ તેમને ન જડે. આથી તે બધા મુંઝાઈ ગયા. ચારે તરફ ફાંફા મારવા લાગ્યા. પરંતુ તેમને બહાર જવાને કેઈ માગ મળે નહિ. એટલામાં એક ભયંકર ઝેરી સાપે આવી તેમને વંશ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨