________________
એકાન્તમાં પિતાની જે અભિલાષા હતી તે તેને કહી સંભળાવી. બ્રાહ્મણનું કહેવું સાંભળીને એ ભરવાડે તેની વાતને સ્વીકાર કર્યો.
એક દિવસની વાત છે કે, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતી પિતાના અંતઃપુરમાંથી બહાર જવા નીકળે એ વખતે ભીંતને આશ્રય લઈને ઉભેલા કઈ એક ભરવાડે કે જે લક્ષ્યવેધની કળામાં નિપુણ હતું. તેણે ગીલેલમાં ગોળી ચડાવીને તેની બન્ને આંખો ફાડી નાખી. આથી ચક્રવતીને ભારે ક્રોધ ચડ અને એજ વખતે તેણે પોતાની આંખો ફેડનારને પત્તો લગાડી તે બ્રાહ્મણને તેના ભાઈ સાથે મારી નખાવ્યો. ચક્રવતીને કેપ આથી પણ શાંત ન થયા ત્યારે તેણે એ નિશ્ચય કરી લીધું કે, રાજ્યમાં જેટલા પણ બ્રાહ્મણ હોય તેને નાશ કરવામાં આવે. આ વિચાર કરી પોતાના રાજ્યમાં જેટલા બ્રાહ્મણ હતા તે સઘળાને મારી મરાવી નાખ્યા. છતાં પણ તેના હૃદયને શાંતિ ન મળી ત્યારે તેણે મંત્રીને બેલાવીને આજ્ઞા કરી કે, જ્યાંથી પણ બને ત્યાંથી બ્રાહ્મણની આંખે કાઢી તેને એક થાળીમાં ભરી મારી સામે રાખવામાં આવે કે જેથી હું એ આંખેને છૂંદીને મારા વેરને બદલે લઉં. આ પ્રમાણે કરવાથી જ મારા હૃદયને શાંતિ મળી શકશે. એ શિવાય મારૂ મન શાંત થઈ શકવાનું નથી. ચક્રવતીના આ પ્રકારના આદેશને સાંભળીને મંત્રીએ સુંદર એવી યુક્તિ શોધી કાઢી. શાખાટ વૃક્ષનાં ફળને થાળમાં રાખી એ થાળ એના સંતેષ ખાતર એની સામે લાવીને રાખી દીધે. ચક્રવતીએ જાણ્યું કે, બ્રાહ્મણની આંખોથી ભરપૂર થાળ ભરાઈને મારી પાસે આવી ગયા છે. ત્યારે તે એ ફળને જ આંખ સમજીને પોતાના પગથી ખૂબ ખૂબ કચરવા માંડે. આ પ્રમાણે કરવાથી તેના મનમાં શાંતિ વળી. અને રોજ તે આ પ્રમાણે કરવા લાગ્યું. આમ કરતાં કરતાં સાતસો સોળ ૭૧૬ વર્ષ પ્રમાણ પિતાનું આયુષ્ય પૂરું કર્યું. પ્રવિદ્ધમાન રૌદ્ર પરિણમી હેવાથી અંતે તે મરીને સાતમા નરકને નારકી બન્યો. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચકવતીની આ કથા સમાપ્ત થઈ,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨