________________
ચક્રવતી બનવા છતાં આપ બ્રાહ્મણને જમવાનું આપવાનો ઈન્કાર કરે છે એમાં આપના આ પદની શેષા નથી. બ્રાહ્મણને આવે આગ્રહ , ત્યારે ચક્રવતીએ તેની માગણને સ્વીકાર કર્યો અને એક દિવસ ચક્રવતીએ એ બ્રાહ્મણને સહકુટુંબ પિતાને ત્યાં ભેજન લેવા માટેનું નિમંત્રણ આપ્યું. બ્રાહ્મણને સહકુટુંબ જમાડે. ખાઈ પીને તે સપરિવાર પિતાને ઘેર ગયે. રાત્રીના ભજનના પ્રભાવથી તેને મદનજવરના આવેગથી અત્યંત પીડા થઈ અને તે પાગલ જે બની ગયો. સારાસારને વિવેક પણ તે ભૂલી ગયા. મર્યાદાનું પણ તેને ભાન ન રહ્યું. માતા, પુત્રી, વહુ, પૌત્રી, અને ભાણેજ આદિની સાથે તે અકાર્ય કરવામાં તત્પર બન્યો. તેને એમની સાથે સંગમ કરવામાં પણ કેઈ મર્યાદા ન જણાઈ. જ્યારે બીજે દિવસ થશે અને ભજનને પ્રભાવ શાંત થઈ ગયો ત્યારે પિતે કરેલા અનાચાર સેવનની તેને ભારે લજજા ઉત્પન્ન થઈ તે ત્યાં સુધી કે, તે પિતાના કુટુંબીજનેને પોતાનું મોટું પણ ન બતાવી શકયે. આ રીતે લજજાવાન બનેલ એ તે બ્રાહાણું નગર છોડીને ચાલી નિકળે. તેણે એ વિચાર કર્યો કે, આ ચક્રવર્તી સાથે મારે એવું તે કયું વેર હતું? કે તેણે કયા ભવના પાપને મારી પાસેથી બદલો લીધો કે, ખવરાવી પીવરાવીને મારાથી આવા પ્રકારનું કુકૃત્ય કરાવ્યું. મારાથી બનવા પામેલા આ કુકૃત્યથી હું કઈને મારું મોંઢું બતાવી શકું તે ન રહ્યો. આથી મારા માટે એકજ માગ રહ્યો કે, હું ચક્રવર્તીથી આ વેરને બદલે લઉં. આ વિચાર કરતાં કરતાં તે એક વનમાં જઈ ચડયે. અને અહીં– તહીં ભટકવા લાગ્યો. તેનું મન એટલું બધું વ્યગ્ર બની ગયું હતું કે, તે કયાંય સ્થિર થઈ બેસી શકતો ન હતે. ભટકતાં ભટકતાં તેણે એક બકરાને ચારનાર ભરવાડને છે કે જે ગીલમાં કાંકરા ચડાવીને પીપળાના પાનનું છેદન કરી રહ્યો હતો. એને જોઈને તે બ્રાહ્મણે વિચાર કર્યો કે, આ ભરવાડ ખરેખર લક્ષ્ય વેધી હોય તેવું જણાય છે. જે તે ખરેખર લક્ષ્યવેધી હોય તે હું તેની સહાયતાથી મારા ધારેલા કામને અવશ્ય પાર પાડી શકીશ. આવો વિચાર કરી તે ભરવાડને ભારે સન્માન સાથે પિતાને ઘેર લઈ ગયો. અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૯