________________
આ પ્રકારની એ રત્નવતીની વાત સાંભળીને મે તેને કહ્યું, પુત્રી ! આને માટે જરા ધીરજ રાખ. સૌ સારાં વાનાં થશે, તારા સર્વ મનારથ પૂર્ણ થાય એ માટે મારા બનતા પ્રયત્ના કરી છૂટીશ. મારાં આ પ્રકારનાં વચન સાંભળીને તેણે શાંતિનો શ્વાસ લીધેા. મેં એને ફરીથી સમજાવતાં કહ્યું કે પુત્રી! બ્રહ્મદત્ત કુમારને હું સારી રીતે જાણું છું. મેં પણ તેને જોયા છે. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા બધું કરી છૂટીશ. આમાં આટલી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મારાં આ વચનોથી તેને સ ંપૂર્ણ વિશ્વાસ બેઠા છે એવું તેના શરીરના ફેરફારાથી હું જાણી શકી. પછી તેણે મને કહ્યું કે, માતા ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમારી કૃપાથી સઘળુ ઠીક થશે પરંતુ તેમને આપણા તરફ વિશ્વાસ બેસે આ નિમિત્તે બુદ્ધિલભાઈના મહાના હેઠળ આહાર બ્રહ્મદત્તના નામથી અંકિત કરીને તેને એક મામાં રાખી કાઈ એક માસ સાથે એમની પાસે મેકલાવે, આ માટે મે' તે ગઈ કાલે હાર આપને માકલાવેલ છે. આ પ્રમાણે સઘળું વૃત્તાંત કહીને એણે અંતમાં એ પણ કહ્યું કે, જે ગાથા હારની સાથે આપની પાસે આવેલ છે અને પ્રત્યુત્તર આપે આપવા જોઈએ. આથી મે પણ એના પ્રત્યુત્તરરૂપમાં સમાચાર રૂપે તેમાં આ ગાથા અંકિત કરેલ છે " उचितत्वाद्वरधनुना, सुहृदोको ब्रह्मनामपि । स्त्री रत्नं रत्नवती - मिच्छति गोविंद इव कमलाम् ॥ મિત્રવરધનુ દ્વારા ઉચિત રૂપમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મવ્રુત્તકુમાર રત્નાવતી સ્ત્રીરત્નને જેવી રીતે વિષ્ણુ લક્ષ્મીને ચાહે છે એજ રીતે ચાહે છે. આ પ્રમાણે વરધનુએ કહેલા સઘળા વૃત્તાંતને સાંભળી જેને પાતે જોયેલ પણુ નથી એવી રત્નવતીમાં બ્રહ્મદત્તકુમાર અનુરક્ત ખની ગયા.
,,
એક સમયની વાત છે કે, જ્યારે વરધનુ નગરની બહાર ફરીને પા આવ્યા ત્યારે તેણે આવીને કુમારને કહ્યું કે, કુમાર ! આ નગરના રાજાની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
२७३