________________
બીજું એવું કેણુ તારું વિશ્વાસપાત્ર છે કે જેની આગળ તું તારૂં દુઃખ કહીશ? તારા દુઃખને દૂર કરવાને બની શકશે તેટલે પ્રયત્ન હું કરીશ. આ પ્રમાણે જ્યારે મેં તેને કહ્યું તો એ સાંભળીને તેણે તેને કાંઈ પણ જવાબ ન આપે. પરંતુ તે પિતાનું મસ્તક નીચે નમાવીને બેઠી રહી, આ વખતે મેં તેની એવી સ્થિતિ જોઈ કે તે જોઈ મને ખૂબજ દુઃખ થયું. એનાં નયને આંસુથી ભરપૂર હતા, દુઃખના હાયકારા સાથે તે ઘણા જોરથી શ્વાસોચ્છુવાસ લઈ રહી હતી, દુખના આવેગથી તેને કંઠ સુકાઈ રહ્યો હતો, તે કાંઈક કહેવા ઈચ્છતી હતી પરંતુ કહી શકતી ન હતી. એના શરીર ઉપર પુપનાં જેટલાં આભરણ હતાં તે સઘળાં ચીમળાઈ ગયાં હતાં. આ સમયે તેને પિતાના દેહનું લેશમાત્ર પણ ભાન ન હતું. એની પાસે એની એક પ્રિય સખી પણ બેઠેલી હતી જેનું નામ પ્રિયંગુલતિકા હતું. એણે મને કહ્યું, માતા ! આપ એ જાણતાં નથી કે આવી પરિસ્થિતિમાં તે કેમ મૂકાઈ છે? એ લજજાના કારણે આપને કાંઈ કહેશે નહીં. એની વાત હું તમને કહી બતાવું છું. કાલે જ્યારે તે ઉદ્યાનમાં કરવા માટે ગઈ હતી ત્યારે ત્યાં એના ભાઈ બુદ્ધિ અને સાગરદત્તના કુકડાઓ વચ્ચે થતું યુદ્ધ જોઈ રહી હતી એ સમયે તેણે ત્યાં એક કુમારને જોયા. જે ખૂબ સુંદર હતાં, એને જોતાં જ એ એના ઉપર મોહિત બની ગઈ જેના કારણે તેની આવી દશા થઈ છે. પ્રિયંગુલતિકા પાસેથી રત્નાવતીની સાચી પરિ. સ્થિતિ જાણીને મેં રત્નાવતીને પૂછ્યું, પત્રિ! તું તારા મનને ભાવ મારાથી શા માટે છુપાવી રહી છે? જે કાંઈ વાત હોય તે મને સ્પષ્ટ રીતે કેમ કહેતી નથી? આમાં લજજાની કઈ વાત છે? જ્યારે આ પ્રકારે મેં તેને ખૂબ આશ્વાસન આપ્યું ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું, તે બેલી હે માતા ! તમે મારી નજરમાં માતાના સ્થાને છે. આ કારણે આપનાથી મારે કાંઈ છુપાવવાનું હોઈ શકે નહીં. પ્રિયંગુલતિકાએ આપને જે કાંઈ કહ્યું છે તે જ મારી આ સ્થિતિનું કારણ છે. આથી આપ જે મને જીવીત રાખવાં ચાહતાં કે તે એ કુમારને મારા પતિ બનાવે તે જ હું જીવી શકું તેમ છું. એ સિવાય નહીં.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭૨