________________
કુમારે પોતાનો સઘળા પૂર્વ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. કુમારની વાત સાંભળીને કુલપતિએ કહ્યું કે, વત્સ ! હું તમારા પિતાને મોટો ભાઈ છું. હવે તમે કઈ પ્રકારની ચિંતા ન કરે અને એમ જ સમજે કે હું મારા પિતાને ઘેર જ આ છું. એમ માની આનંદથી ઈચ્છા પ્રમાણે રહો, ખૂબ ખાઓ, પીવે અને આનંદ કરે. કુમાર તપસ્વીના આવા આશ્વાસન ભરેલાં વચનોને સાંભળી વિશ્વાસ મૂકીને તેમજ તેમના અભિપ્રાયને જાણીને સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યો. તપસ્વીના આશ્રમમાં રહેતાં રહેતાં એક વર્ષ વીતી ગયું. આ સમય દરમ્યાન કુમારે તપસ્વીઓ પાસેથી ધનુર્વેદવિદ્યા શીખી લીધી. શરદુકાળ આવવાથી તપસ્વીઓ કંદમૂળ આદિના માટે ત્યાંથી નીકળ્યા. કુમાર પણ તેમની સાથે ચાલ્યા. વનની શેભાને જોતાં જોતાં કુમારની દષ્ટિ એક હાથી ઉપર પડી એને જોઈને કુમાર તેની સામે ગયે પિતાની સામે આવેલા કુમારને જોઈને હાથીએ ઘણા જોરથી ચીત્કાર કર્યો. ચીત્કાર શબ્દને સાંભળીને કુમારે પિતાનું ઉત્તરીય વઝ (ઉપરણુ) ઉતારીને તેના તરફ ફેંકયું, હાથીએ પિતાની સુંઢથી તે વસ્ત્રને પકડીને તેને ઊંચે આકાશમાં ઉડાડયું અને કુમાર સામે દોટ મૂકી, ક્રોધથી આંધળો બનીને પિતા તરફ દેડી રહેલ હાથીને જેઈ તેમજ હાથીએ ઉછળેલા પિતાના ઉત્તરીય વાને નીચે પડતાં ભારે કુશળતાથી પકડી લઈ પછી તેણે એ હાથી સામે સંતાકુકડીની રમત શરૂ કરી. પછી જ્યારે હાથી શાંત બની ગયો ત્યારે તે ત્યાંથી ચાલતે થયા. કુમાર પણ તેની પાછળ પાછળ મંદ ગતિએ ચાલવા લાગ્યો. થોડે દૂર ચાલ્યા બાદ કુમારે પૂર્વ દિશાના એક ભાગમાં એક જીણું નગર જોયું. આ જીર્ણ નગર પહાડમાંથી આવતી એક નદીના તટ પર વસેલું હતું, આ નગર ઉજજડ હતું તેની જીણું ભીંતે જ માત્ર ઉભી હતી, કુમારે આશ્ચર્યચકિત બનીને છે. નગરમાં પ્રવેશ કર્યો, ત્યાં તેણે પિતાની દષ્ટિ ચારે તરફ ફેરવી તે તેને વિકટ વંશજાળ જોવામાં આવી એ વિકટવંશજાળ પાસે એક બાણ અને તલવાર આ બે વસ્તુઓ પડી હતી, કુમારે તલવોરને એ વંશજાળ ઉપર ઉપાડીને ફેંકી, તલવારના ઘાથી વંશજાળ ફાટી અને એક મુંડકીની આકૃતી કે જે ખૂબ જ સુંદર ચહેરાવાળી હતી અને જેના હોઠ કાંપતા હતા તે નીચે પડી. આ મુંડકી નીચે પડતાં કુમારને ખૂબ જ આશ્ચર્ય થયું, આશ્ચર્ય ચકિત બન્યા પછી કુમારે વિચાર કર્યો કે, અવ્યવસાયમાં વ્યવસાય કરનાર મને અવિચારીને ધિક્કાર છે, મારા આ હાથના બળને ધિક્કાર છે, મેં વગર વિચાર્યું જ આવું દુષ્કૃત્ય કર્યું છે, આવું અવિચારી અધમાધમ કૃત્ય મારા હાથથી થવાના કારણે એક નિરપરાધી વિદ્યાસાધક વિદ્યાધરનું માથું વિનાકારણે મારા હાથથી કપાઈ જવા પામ્યું છે. મારાથી આ પ્રકારનો ઘોર અપરાધ થયો છે. હવે શું કરું? આ રીતે કમારે પિતાના અવિચારી કૃત્ય પર ભારે પશ્ચાત્તાપ કર્યો. કુમાર જ્યારે વિવિધ રૂપથી પશ્ચાત્તાપ કરી રહ્યો હતે એ વખતે તેણે જોયું તે વંશજાળની વચમાનું ધડ કે જેનું માથું પહેલાં તેના હાથે કપાઈ જવા પામ્યું હતું તે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨