________________
પાન આદી સામગ્રી પિતાના હાથમાં લઈ ઉભેલ છે. આ પ્રમાણે જેવાથી કુમાર પહેલાં કરતાં વધુ સાવચેત બની ગયા પછી “ ભાવીની પ્રબળતાથી આ બનેલ છે.” આ પ્રકારે વિચારીને સ્વસ્થ થઈને કુમાર આમતેમ ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેણે એક સુંદર મટે બાગ જે જોતાં જ તેનું મન એમાં જવા લલચાયું તેણે તેમાં પ્રવેશ કર્યો, અને ફરવા લાગ્યો ફરતાં ફરતાં તેની દષ્ટિએ સાત માળનું એક ભવ્ય મકાન દેખાયું. એ મકાન અશોકવૃક્ષની વચ્ચે આવેલ હતું. કુમાર એ મકાનમાં દાખલ થયે, એક પછી એક મજલા ચડતાં ચડતાં તે ઠેઠ સાતમા માળ ઉપર પહોંચી ગયો. ત્યાં તેણે એક કમળના સમાન સુંદર મુખવાળી એક દિવ્ય કન્યાને જોઈ. નીલકમળ જેવાં એનાં નેત્રે હતાં અને જેનું દેહ સૌંદર્ય ખૂબ જ ઉજવળ એવું હતું. યૌવન તેના અંગ ઉપાંમાં વ્યાપ્ત બન્યું હતું. એ સર્વાગ સુંદર સુંદરીને જોઈને કુમારને આશ્ચર્યને પાર ન રહ્યો ભારે વિરમયતા સાથે તે કન્યા સામે જોઈને તેણે પૂછયું, ભદ્રે તમે કોણ છે? આ વિશાળ વનમાં શું તમે એકલા રહે છે? કાંઈ હરકત ન હોય તે તમારી સઘળી હકીકત મને કહી સંભળા, કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને સ્વસ્થ બનીને કન્યાએ કહ્યું કુમાર ! મારી જીવનકથા ખૂબ જ લાંબી છે, એને સાંભળવામાં ઘણે સમય લાગશે આથી પહેલાં આપ જ બતાવે કે તમે કોણ છે ? કયાંથી આવી રહ્યા છે? અને અહીં આવવાનું કારણ શું છે? આ રીતે કન્યાએ જ્યારે રાજકુમારને પૂછ્યું ત્યારે કુમારે કહ્યું કે, દેવી સાંભળે હું મારી સઘળી હકીક્ત તમને સંભળાવું છું. તે આ પ્રમાણે છે, પાંચાલ દેશના બ્રહ્મ નામના રાજા છે, હું તેમનો બ્રહ્મદત્ત નામનો પુત્ર છું, કુમારના આ પરિચયને સાંભળી તે કન્યા ખૂબ જ આનંદ પામી અને હર્ષના આંસુ તેનાં નેત્રમાંથી ઉભરાવા લાગ્યા અને તરત જ તે કુમારના ચરણમાં પડી. અને ગદ્દગદ્દ કંઠે કહેવા લાગી કે હે કુમાર ! હું તમારા મામાની પુત્રી છું. પિતાએ આપની સાથે મારું લગ્ન કરવાનો નિર્ધાર કર્યો છે. આ પ્રમાણે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬૪