________________
પ્રતિપાદન કરવાવાળાની અર્થાત્-પ્રેરકની ઈચ્છાને અનુકુળ જે ભાષા બોલાય છે તે ઈચ્છાનુલોમા” ભાષા છે. જેમ-કઈ કઈને કઈ શુભ કાર્યમાં પ્રેરણા કરે ત્યારે કહે કે ઠીક છે. એ મારી પણ અભિલાષા છે અથવા–કોઈ શુભ કાર્યને પ્રારંભ કરતાં કોઈને પૂછે છે તે કહે કે-કરો એ મને પણ પસંદ છે. અથવા કોઈ એમ કહે કે હું સાધુની પાસે જઈ રહ્યો છું તે સાંભળનાર કહે કે, સારૂં જાવ. ૭ અનભિગ્રહિતા-અર્થશુન્ય –“ડિત્ય વિસ્થાદિ ” શબ્દ બોલે અથવા જેમાં કઈ એક અર્થને નિશ્ચય ન હોય, જેમ-ઘણાં કામો ઉપસ્થિત થતાં કોઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કહે હું આ વખતે કયું કામ કરું, તે તે કહે છે કે, જે તમને રૂચે તે કરો. આ પ્રકારની ભાષાનું નામ અનભિગૃહિતા ભાષા છે. ૮ અભિગૃહીતાઅર્થનું લક્ષ કરીને જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તે “અભિગ્રહિતા ભાષા છે. જેમ-“આ વસ્ત્ર પાત્રાદિક ધર્મનાં ઉપકરણ છે” અથવા “આ સમયે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ.” ૯ સંશયકરણ-જે ભાષાથી સાંભળનારને અનેક અર્થોને આભાસ થવા લાગે તે ભાષાનું નામ સંશયકરણી ભાષા છે. જેમ કેઈએ કહ્યું કે –“સિંધવ લાઓ” આ સિવ શબ્દ પુરુષ મીઠું અને ઘોડારૂપ અર્થનો પ્રતિપાદક છે. આથી સાંભળવાવાળાને પ્રકરણાદિના અભાવમાં સંશયજનક બને છે. એ માટે પ્રકરણ સમજીને આ ભાષા બોલવામાં દોષ નથી કેમકે, તે વ્યવહારૂ ભાષા છે. ૧૦ વ્યાકૃતા–જેને અર્થ સ્પષ્ટ થાય છે તે વ્યાકૃત ભાષા છે. જેમ-“અહિંસા સર્વ પ્રકારથી કલ્યાણ કરવાવાળી છે.” ૧૧ અવ્યકતા અતિ ગંભીર શબ્દાર્થવાળી ભાષા અવ્યાકૃત ભાષા છે. અથવા–જે અવ્યકત અક્ષરથી યુકત હોય છે તે ભાષા અવ્યાકૃત ભાષા છે. જેમ–
संयत-स्य महत्पापं प्रतिक्रमणा कर्मणा
પ્રતિક્રમણ કર્મથી સંયતને મોટું ભારે પાપ લાગે છે, અહિં જ્યારે “ચ” ને ક્રિયાપદ માનવામાં આવે ત્યારે એને અર્થ એ થાય છે કે, હે સંયત ! પ્રતિકમણ કર્મથી તમે તમારાં પાપો ક્ષય કરે. આ બધ જલદી થઈ શકતું નથી. આથી આને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. અથવા બાળકની ભાષાને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. ૧૨ આ બધી ભાષા પ્રજ્ઞાપની છે. આ પ્રજ્ઞાપની ભાષા મૃષા સ્વરૂપની નથી. પ્રશ્ન કરનારના કહેવાનો મતલબ એ છે કે, જ્યારે એમ કહેવામાં આવે છે કે, “ અમે સુઈએ છીએ“ આ કથનમાં “હું સુઉં છું” આ એક વચનના પ્રયોગમાં બહુ વચનને પ્રયોગ કરવામાં આવેલ છે. જેમ એકને અનેક કહેવાવાળી ભાષા અયથાર્થ માનવામાં આવે છે એ રીતે પણ અયથાર્થ માનવી જોઈએ. આ રીતે આમન્ત્રણ ભાષાઓ પણ સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી કેમકે, એનામાં વિધિ અને પ્રતિષેધની બેધકતાને અભાવ છે. આ માટે એ સંદેહ થાય છે, એ બેલવાને યોગ્ય છે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SO