________________
આસન ઉપર બેસેલ હોય તો પણ ત્યાંથી તુરત જ ઉઠીને તેણે ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એવું નહીં કરવું જોઈએ કે, ગુરુ મહારાજની વાત સાંભળીને પણ આસન ઉપર પાછે બેસી જાય અર્થાત્ એ વખતે વ્યાખ્યાન આદિને સમય હોય તે પણ ગુરુ મહારાજની આજ્ઞાનું આરાધન કરવું જોઈએ. આ વાતને ઉત્તરાર્ધથી સૂત્રકારે સ્પષ્ટ કરેલ છે.
વિનીત શિષ્યકો વાચનાદાન કા પ્રકાર
चइऊण आसणं धीगे जओ जत्तं पडिस्सुणे-त्यक्त्वा आसनं धीरः यतो यत्तत् प्रतिશ્રyયાતુ ચાહે તે કામ સરળ હોય, ચાહે કઠીન હોય તે પણ સર્વ પ્રકારના સંક૯૫ વિકલ્પથી રહિત થઈને ગુરુ મહારાજે કહેલા કામને “અવશ્ય કરવું જોઈએ તે ભાવ છે ” એવું કહીને શિષ્ય તેને સ્વીકાર કરવો જોઈએ. સૂત્રમાં જે ધીર વિશેષણ અપાયેલ છે તેનાથી સૂત્રકારને એ અભિપ્રાય જણાય છે કે, જે સમયે ગુરુ મહારાજ કામ કરવા માટે શિષ્યને કહે તે સમયે શિષ્ય ભલે વ્યાખ્યાન આપવા માટેની તૈયારીમાં હોય-તે સમય તેને વ્યાખ્યાન કરવાનું હોય, અથવા પિતાના શારીરિક કાર્યના વશથી તે શિષ્ય વ્યગ્ર ચિત્ત વાળો હોય તે પણ વિનય ધમની આરાધના નિમિત્ત તેનામાં ગુરુ મહારાજે કહેલા કામને કરવાની ક્ષમતા અને એ કામ કરાવવામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો ચતઃ એ પદ એવું પ્રગટ કરે છે કે, શિષ્ય સમિતિ ગુપ્તિના આરાધન પૂર્વક જ ગુરુ મહારાજના દરેક કામોનું સંપાદન કરવામાં રુચી કેળવવી જોઈએ. કરિશ્રપુચાત્ત એ ક્રિયાપદ એ વિશેષતાનું સૂચક છે કે ગુરુવચનને સાંભળતાં જ કઈ પ્રકારના વિલંબ વિના એમના કામને કરવા માટે પ્રતિજ્ઞા વચન કહીને અને પિતાનું કામ હોય તેને છેડીને શિષ્યનું કર્તવ્ય છે કે, તે સર્વ પ્રકારથી ગુરુ મહારાજના કામને પૂરું કરવામાં પોતાની સાદર પ્રવૃત્તિ કરે. ૨૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
४८