________________
આપ દગ્ધ તે માનતાં જ નથી તે પછી આ૫ આવું કેમ કહે છે ? આ પ્રકારનું કુંભારનું વચન ન સાંભળીને પ્રિયદર્શના સાધ્વીનું મિથ્યાત્વરૂપી અંધારૂં નાશ પામ્યું. અને તે બેલ્યાં, અહ દેવાનુપ્રિય! આપે મને સારો પ્રતિબંધ આપે. આ પછી પ્રિયદર્શનાએ જગત કલ્યાણ કારક જીન વચનને પ્રમાણ માની એ કુંભારની સામે જ પિતાના મિથ્યાત્વની આચના કરી.
હજાર સાધ્વીઓથી પરિવૃત થઈને ફરીથી પ્રિયદર્શના સાધ્વી જમાલિની પાસે પહોંચ્યાં અને તેને જીનમતમાં લાવવા માટે તેમણે અનેક રીતે પ્રયત્ન કર્યો પરંતુ જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા ન રહ્યા. સાચી વાત છે કે, લસણને હજાર સુગંધિત દ્રવ્યની વચમાં રાખે તે પણ તે પિતાની સવભાવિક દુગધને ત્યાગ કરતું નથી,
આ પછી તે સાધ્વી જમાલીની પાસેથી પાછાં ફર્યા અને જમાલિ પાસે જે સાધુ બાકી રહ્યા હતા તે પણ જમાલિથી જુદા પડી ચંપાનગરીમાં ભગવાનશ્રી મહાવીર સ્વામીની પાસે પહોંચી ગયા. ધીરે ધીરે જમાલી મુનિ પણ રોગ અને આતંકોથી મુક્ત બની ગયા. શરીર પણ તંદુરસ્ત બની ગયું. બાદમાં તેઓએ શ્રાવસ્તીનગરીના કષ્ટક ઉદ્યાનમાંથી પ્રસ્થાન કર્યું, અને પૂર્વાનુમૂવી પદ્ધતિ અનુસાર ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં તે મહાવીર પ્રભુની પાસે પહોંચ્યા. ભગવાનને વંદના અને નમસ્કાર કરી કહ્યું, ભગવન! જેમ આપના અનેક શિષ્ય છદ્મસ્થ અવસ્થામાં પરલોકને પ્રાપ્ત થયા છે તે હું નથી. કારણ કે મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ચુકેલ છે. આથી હું અહત જીન થઈ ગયે છું.
જમાલિ મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમ સ્વામીએ તેની આ વાત સાંભળી તેને કહ્યું, હે જમાલિ! તમે જે કેવળી થઈ ગયા છે તે અમારા બે પ્રશ્નોને જવાબ આપે. કલેક શાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર જમાલિથી આપી શકાશે નહી અને તે ચુપ થઈ ગયા ત્યારે તેને ચુપ જોઈ ભગવાને કહ્યું,–જમાલિ ! જુઓ આ પ્રશ્નોને ઉત્તર આપવા માટે મારા એક હજાર શિષ્ય સમર્થ છે. તે પણ તેઓ એવું કહેતા નથી કે જે તમે કહો છે. એ પ્રશ્નોને ઉત્તર આ પ્રકારનો છે.-જીવ અને લેક સદા શાશ્વત છે અને અશાશ્વત પણ છે. દ્રવ્યરૂપથી લેક શાશ્વત કહેવાય છે, પ્રતિક્ષણ પર્યાના પરિવર્તનથી અશાશ્વત પણ કહેવાય છે. આ રીતે દ્રવ્ય દૃષ્ટિથી જીવ પણ શાશ્વત છે અને પર્યાયદષ્ટિથી-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક પર્યાજેના પરિવર્તનની અપેક્ષાથી–અશાશ્વત જાણવું જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૩ર