________________
શકું? આ પ્રકારે આત્માને પેાતાના સ્વભાવમાં સ્થિર કરીને પ્રજ્ઞાના પ્રકશ સહન કરવા તે પણ પ્રજ્ઞાપરીષદ્ધ છે, આવી રીતે પ્રજ્ઞાના ઉત્કર્ષ અને અપકશના ભેદથી આ પરીષહુ એ પ્રકારના અને છે. આ બન્ને પ્રકારના પરીષહ સહન કરવા મુનિને માટે આવશ્યક છે. પ્રજ્ઞાના અપકર્ષતુ ષ્ટાંત—
કાઈ એક સમયે પુષ્પદંતાચાર્ય શિષ્યપરીવાર સાથે ચંપાનગરીમાં આવ્યા. આ શિષ્ય મંડળીમાં ભદ્રમતિ નામના એક શિષ્ય ધણે! મદમતી હતા. એક દિવસની વાત છે કે, તેણે આવશ્યકની સમાપ્તિ બાદ દશવૈકાલિક સૂત્રના અભ્યાસ કરવા શરૂ કર્યાં. પરંતુ તે સમયે તેને પ્રમળ જ્ઞાનાવરણીય કર્મના ઉદય થવાથી એક પણ અક્ષર યાદ રહેતા નહીં. તેણે વિચાર કર્યો કે, હું પૂર્વાંધર આચાયના શિષ્ય છું, વાત્સલ્યભાવથી તેએ મને શાસ્ત્રાધ્યયન કરાવે છે. ખીજા મુનિ પણ મારા ઉપર વિશેષ ભાવ રાખે છે અને સમય સમય ઉપર તે મને બતાવે છે, તે પણ મને યાદ રહેતું નથી. અમારામાં કેટલાક મુનિરાજ એવા છે કે, તેઓ એકવાર સાંભળીને તેને કંઠસ્થ કરી લે છે, કોઈ કાઈ એવા છે કે, તેમને એ વખત કહેવાથી યાદ થઈ જાય છે, કાઈ કાઈ ત્રણ વાર સાંભજ્યાથી વિષયને સારી રીતે યાદ કરી લે છે. કેટલાક એવા પણ છે કે જે એક જ દિવસમાં ૧૦૦-૧૦૦ (સા-સા) ગાથાઓ યાદ કરી લે છે. કાઇ કાઇ ૨૦૦-૨૦૦ (મસા–મસા) ગાથાએ કંઠસ્થ કરી લે છે. કાઈ કાઈ પૂધર છે, કાઇ એ પૂર્વધર છે, કાઇ ત્રણ, કાઇ ચાર, કાઇ પાંચ, કેાઈ છ, કેાઈ સાત, કેઇ આઠ આદિથી લઇને ચૌદ પૂર્વ સુધીના પાડી છે આ બધા વચ્ચે હું એકજ એવા મંદબુદ્ધિના છું કે મને કાંઈ પણ આવડતુ નથી. હું બુદ્ધિહિન બનેલા વખત યાદ કરવા છતાંયે ગ્રહણ કરી શકતા નથી. શું કરૂ? પૂર્વાપાત જ્ઞાનાવરણીય કરેંજ આ સમયે તીવ્ર ઉયમાં આવેલ છે. એના જ આ પ્રતાપ છે. આથી પ્રજ્ઞાના આ અસદ્ભાવરૂપ પરીષહ મારે શાંતિથી સહન કરવા જોઈ એ. તેમાં જ મારૂ કલ્યાણ છે. કેાઈની સામે ઇષ્ટ અથવા દ્વેષ કરવાથી કાઇ લાલ નથી. આ પ્રકારે ભદ્રમતિ મુનિ વારંવાર વિચાર કરતા અને પેાતાના પૂર્વીપાર્જીત કર્મોની નિંદા કરતા. પણ પેાતાના પઠન-પાઠન આદિને તેણે બંધ ન કર્યાં. “ ભ્ભો મામુનિક ’’ એ એક ગાથાને એકલાં તેણે બાર વર્ષ સુધી યાદ કરી ગેાખ્યુ છતાં પણ તેને એ ગાથા યાદ ન થઇ. જે સમય તે યાદ કરવા બેસતા તે તે વખતે યાદ રહી જતી પણ એ પછી યાદ કરવાનુ બંધ કરી ક્રિયામાં ગુથાતાં તે ગાથા ભૂલાઈ જતી. છતાં પણ તે એને યાદ કરવાનુ છેાડતા નહીં. અને વિચાર કરતા કે, આ ખારવÖમાં યાદ ન થઇ તે આવતા ખારવાઁમાં જરૂર યાદ થઈ જશે. ચિંતા શા માટે કરવી જોઇએ. જે રીતે અનશે તે રીતે પણ ગાથાને
સા
ન
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૭૪