________________
વચનાત્મક શબ્દનો પ્રયોગ કરેલ છે તે કર્મના બંધના હેતુ અનેક છે તે આશય બતાવવા માટે જ કરેલ છે. ચાળીસ અને એકતાળીસમી ગાથામાં જે આ પ્રકારે વિવેચન કરેલ છે તે બુદ્ધિની મંદતાને લક્ષમાં લઈને કરેલ છે. જે કદી જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી પ્રજ્ઞાને ઉત્કર્ષ આત્મામાં હોય તો તે સમયે સાધુએ આ પ્રજ્ઞા નિમિત્તક મદ અહંકાર ન કરવો જોઈએ. આ વાત પણ ઉપલક્ષણથી સમજી લેવી જોઈએ. કહ્યું પણ છે –
पूर्वपुरुषसिंहानां, विज्ञानातिशयसागरानन्त्यम् ।
श्रुत्वा साम्मतपुरुषाः, कथं स्वबुदया मदं यान्ति ॥१॥ પહેલાં શ્રેષ્ઠ પુરૂષની અસાધારણ વિજ્ઞાનની વાત સાંભળીને એ કર્યો પરૂષ હશે કે જે પિતાના જ્ઞાનને મદ અહંકાર કરશે? આથી બુદ્ધિની પ્રકિર્ણ તાને પણ મદ ન કરવો જોઈએ.
તંત્ર ન્યાયથી પ્રજ્ઞા ઉત્કર્ષ અપકર્ષરૂપ બને અર્થ પણ યુગપત્ વિવક્ષિત બની શકે છે. જેમ એક લાંબે ફેલાએલ દે આડા અવળા ફેલાએલા અનેક તાણાવાણાને વસ્ત્રરૂપમાં ફેરવનાર બને છે, તે પ્રકારે એક ગાથા દ્વારા યુગપત અનેક અર્થોને પણ સંગ્રહ થાય છે આ તંત્ર જાય છે આ વિવક્ષાથી આ બનને ગાથાઓ દ્વારા પ્રજ્ઞાને ઉત્કર્ષ લઈને પણ પ્રજ્ઞાપરીષહનું કથન બની શકે છે, આ અભિપ્રાયથી ભગવાન સૂત્રકારે આ બને ગાથાઓ કહી છે. બુદ્ધિની પ્રકતા બતાવનાર વ્યાખ્યાન આ પ્રકારનું છે.
મેં પૂર્વભવમાં જ્ઞાન પ્રશંસા, શાનિઓની વૈયાવૃત્તિ આદિ રૂપ શુભ કર્મ કરેલ છે. એનું ફળ મને વિમર્શ પૂર્વક બેધરૂપમાં મળેલ છે. આ કારણે એના પ્રભાવથી જ્યારે કે મારી પાસે કઈ પણ વિષયની પિતાની જીજ્ઞાસા સમા ધાન કરવાના રૂપમાં ઉપસ્થિત કરે છે ત્યારે હું એ જીજ્ઞાસાનું યાચિત સમાધાન કરી દઉં છું. આથી એ પૂછવાવાળાને સંતેષ થાય છે, આ માટે સૂત્રકાર એક્તાળીસમી ગાથા દ્વારા એવા શ્રતશાળી–સાધુને એમ સમજાવે છે કે, તે સાથે ! તમે કદાચ પૂર્વભવમાં જ્ઞાનના સાધનોનું અનુષ્ઠાન કરી જો આ ભાવમાં બીજાની અપેક્ષાએ કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તે તમે એ જ્ઞાનરૂપ શ્રતને મદ ન કરે. પણ તમારા આત્મામાં શાંતિભાવથી રહો આત્માને સમજાવતા રહો કે કયાંય એવું ન બની જાય કે, મદ કરવાથી આત્મા જ્ઞાનાવરણીય આદિ કર્મોનું બંધન કરી લે. એ કર્મના બંધમાં જ્યારે એને ઉદય પોતાની અબાધાકાળની પછી આવે છે ત્યારે જીવ યથાર્થ જ્ઞાનથી રહિત થઈ જાય છે. આ માટે શિષ્ય તું શ્રતને મદદન કર. આ બને ગાથાનું તાત્પર્ય એ છે કે, જે સમયે આત્મામાં પ્રજ્ઞાની હિનતા હોય ત્યારે મુનિએ એ વિચાર ન કરવું જોઈએ કે, હું કાંઈ જાણતું નથી, મૂર્ખ છું, જ્યાં ત્યાં મારો પરાભવ થાય છે. આ વિચારથી આત્મામાં પરિતાપ થાય છે માટે આ પ્રકારને વિચાર ન કરે તે પ્રજ્ઞાપરીષહ છે. અથવા શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા આત્મામાં થવાથી તે સમયે તે મનિએ તેને મદ ન કરવું જોઈએ કે હું, વિશિષ્ટ જ્ઞાન સંપન્ન છું. પ્રત્યેક વ્યક્તિ મારી પાસે પિતપતાની જીજ્ઞાસાનું સમાધાન કરવા આવે છે. પ્રત્યેક આત્માને મારાથી કેટલે લાભ થાય છે? આ પ્રકારને મદ ન કરવું જોઈએ. પ્રજ્ઞાને મદ કરવાનો આ માટે નિષેધ છે કે, જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ છે. આને હું કઈ રીતે મદ કરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૭૩