________________
યાદ કર્યો જ છુટકે, તે મને ભાવ છે. આ પ્રકારને નિશ્ચય કરીને પ્રજ્ઞાઅપકર્ષપરીષહને સહન કરતાં કરતાં તે ભદ્રમુનિએ શુભ અધ્યવસાય જન્ય પ્રશસ્ત ધ્યાનથી ક્ષપકશ્રેણું ઉપર ચડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
પ્રજ્ઞાના પ્રકાશમાં દષ્ટાંત આ પ્રકારનું છે–
એક સમય કાલકાચાર્ય પ્રમાદશિલ પિતાના શિષ્યને ઉજેનિ નગરીમાં મૂકીને ધારાવાસ નગરમાં સ્વશિષ્ય સાગરચંદ્ર મુનિની પાસે આવ્યા. સાગરચંદ્ર શિષ્ય તેમની સાથે સામાન્ય સાધુ જે વહેવાર કર્યો, ગુરુ શિષ્ય જે નહીં. કાલકાચાચે આ વાત ઉપર કાંઈ ધ્યાન ન આપ્યું, અને પિતાને પરિચય પણ ન આપે. એક દિવસની વાત છે કે, જ્યારે સાગરચંદ્ર મુનિએ આગમ નિર્જીત તના સ્વરૂપને સમજાવવાનું વ્યાખ્યાન આપ્યું તે સાંભળીને લોકોને અપાર આનંદ થયે. સઘળાએ પ્રવચનની મુકતકંઠે પ્રસંશા કરી. સાગરચંદ્ર મુનિએ અપરિચિત ગુરુની સમીપ આવીને કહ્યું. આપે આજ મારૂં તાત્વિક પ્રવચન સાંભળ્યું? તે કેમ હતું? કાલકાચાયે કહ્યું, સારું હતું. વાતચીતની ચર્ચામાં જ ગુરુ શિષ્યને તકશાસ્ત્ર ઉપર પરસ્પરમાં વાદવિવાદ થયે. સાગરચંદ્ર મુનિને એ ખ્યાલ ન હતો કે આ મારા ગુરુમહારાજ કાલકાચાર્ય છે. સાગરચંદ્ર મુનિ કાલકાચાર્યની તકે ધારાઓને પ્રત્યુત્તર આપી શક્યા નહીં. આથી તે કાલકાચાર્યના અગાધ જ્ઞાનથી ખૂબ પ્રભાવિત બની ગયા.
આ તરફ ઉજજેનીમાં રહેલા તે શિષ્યને ત્યાંના ચતુર્વિધ સંઘે ઘણે તિરસ્કાર કર્યો. તે સઘળા આથી ખૂબજ શરમાયા. અને બધાએ મળી એ વિચાર કર્યો કે, ગુરુમહારાજને પત્તો મેળવો જોઈએ કે તેઓ કયાં વિચરે છે. વિચાર નકકી કરી એ શિષ્યએ ગુરુમહારાજની તપાસ માટે વિહાર કર્યો. ગ્રામનુગ્રામ વિચરણ કરતાં તેમણે પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ગામમાં, પ્રત્યેક શહેરમાં, કાલકાચાર્ય મહારાજની પૃચ્છા કરી. અને તેમની ખબર પૂછી. પૂછતાં પૂછતાં ખબર મળી જતાં તે સઘળા ધારાવાસ નગર તરફ વિહાર કરવા લાગ્યા. સાગરચંદ્ર મુનિને એ ખબર મળ્યા કે, ગુરુમહારાજ કાલકાચાર્ય શિષ્યો સાથે વિહાર કરતા કરતા અહીં પધારે છે ત્યારે તે તેમનું સ્વાગત કરવા સામે ગયા. ત્યાં એ મુનિઓમાં ગુરુમહારાજને ન જોયા ત્યારે તેણે પોતાના એ ગુરુભાઈએને પૂછ્યું કે પૂજ્ય ગુરુમહારાજ તે દેખાતા નથી કહે, તે આ સમયે કયાં છે? સાગરચંદ્ર મુનિનાં આ વચન સાંભળતાં તે શિષ્ય હતાશ બની ગયા અને આંસુભરી આંખે ગદ્દગદ્દ કંઠેથી બેલ્યા, હતભાગી અમે બધાને છોડીને ગુરુમહારાજ કયાં ચાલ્યા ગયા છે એ અમે જાણતા નથી. કહે કહે આપને ખબર છે? સાગરચંદ્ર મુનિએ કહ્યું, એમને હું ઓળખતે નથી પરંતુ એક વૃદ્ધ મહાત્મા આ વખતે ઉપાશ્રયમાં રોકાયેલા છે. સાગરચંદ્રની આ વાત સાંભળી સઘળા શિષ્ય જે ગુરુમહારાજના વિરહથી ખેદખિન્ન બનેલ હતા, તે સઘળા ગુરુભક્તિના ભાવથી પ્રેરિત બની ઉપાશ્રયમાં પહોંચ્યા. સાગર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૭૫