________________
શુકકા ભગવાનને સમીપ જાના
અથ ત્રીજો અધ્યયન. રે ' ઈત્યાદિ. હે ભદન્ત! એ પ્રમાણે સિદ્ધિ ગતિ સ્થાનને પ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીર પુષ્પિતાના દ્વિતીય અધ્યયનમાં પૂર્વોકત અર્થોનું નિરૂપણ કર્યું છે તે છે ભદન્ત ત્રીજા અધ્યયનમાં તેમણે કયા અર્થોનું નિરૂપણ કર્યું છે?
હે જમ્મ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે તેમાં ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદ ધર્મ કથાનું શ્રવણ કરવા નીકળી.
તે કાલે તે સમયે શુક મહાગ્રહ શુક્રાવત સક વિમાનમાં શુક્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠા હતા. તે શુક્ર મહાગ્રહ ચન્દ્રગ્રહની પકે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડીને એમજ ચાલ્યા ગયા.
ગૌતમને જીજ્ઞાસા થઈ કે હે ભદના! આ શુક મહાગ્રહ આ પ્રકારે દેવતાઓ દ્વારા નાટય વિધિ દેખાડી બધાને અન્તહિત કરી એકલા રહી ગયા આ બહુ આશ્ચર્યની વાત છે.
ભગવાને કહ્યું
હે ગૌતમ! કુટાકારશાળા-પર્વત શિખરની પેઠે ઊંચા વિશાલ મકાનમાં વરસાદના ભયથી વિખરાઈ ગયેલા જન સમૂહ જેવી રીતે અન્તહિત થઈ જાય છે તેવીજ રીતે શુક્રની વિચિક શક્તિથી ઉત્પન્ન થયેલ દેવગણ નાટક દેખાડી તેનાજ દેહમાં સમાઈ ગયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૧