________________
સૂર્યકો ભગવાનકે સમીપ આના
દ્વિતીયઅધ્યયન. હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના પ્રથમ અધ્યયનમાં પૂર્વોત ભાવોનું નિરૂપણ કર્યું છે. પછી તે ભદન્ત ! પુષ્પિતાના બીજા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
છે જખૂ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગરી હતી. તે નગરીમાં ગુણ શિલક નામે ચેત્ય (બગીચે) હતો. તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. જેવી રીતે ચન્દ્રમા આવ્યા તેવી રીતે સૂર્ય પણ આવ્યા અને સઘળી નાટક વિધિ બતાવી ચાલ્યા ગયા.
ગૌતમે ભગવાનને પૂછયું– હે ભદન્ત! સૂર્ય પૂર્વ જન્મમાં કોણ હતા? ભગવાને કહ્યું –
હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સુપ્રતિષ નામે ગાથાપતિ હતા. જે અંગતિના જેવાજ આત્ય અને અપરિભૂત થઈને વિચરતા હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વ પ્રભુ પધાર્યા. જેમ અગતિ ગાથાપતિ પ્રજિત થયા તેવીજ રીતે સુપ્રતિક ગાથાપતિ પણ દીક્ષિત થયા. તેજ પ્રકારે સાધુપણાને વિરોધિત કરી કાલ અવસર કાલ કરીને જ્યોતિષના ઈન્દ્ર સૂર્ય દેવપણામાં ઉત્પન્ન થયા તથા આયુ ભવસ્થિતિ ક્ષય કરીને પછી આ સૂર્ય દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે અને સર્વે દુઃખને અંત લાવશે. હે જમ્મ!
આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના દ્વિતીય અધ્યયનના ભાવેનું નિરૂપણ કર્યું છે.
આ પુપિતાનું બીજું અધ્યયન પુરૂં થયું ૨
શ્રી નિરયાવલિકા સૂત્ર