________________
પાછું લેવા, કોઈવાર ઈર્યા વગેરે સમિતિઓના આરાધનમાં પ્રમાદ કરવો, કોઈવાર અભિગ્રહ લેવો પરંતુ સમ્યક્ (સારી રીતે) ન પાળ, તથા વિભૂષા માટે શરીર ચરણ આદિ દેવ આદિ આદિ ઉત્તરગુણ વિષયક વિરાધના દેશવિરાધના છે. અંગતિ અનગારે મૂલ ગુણની વિરાધના કરી નહોતી પણ ઉત્તર ગુણની વિરાધના કરી આલોચના કરી નહોતી તે માટે તે તિષી દેવ થયા.
ગૌતમ સ્વામી પૂછે છે
હે ભદન્ત! જ્યોતિષના ઈન્દ્ર જ્યોતિષના રાજા ચન્દ્રની સ્થિતિ કેટલા કાલની છે?
ભગવાન કહે છે
હે ગૌતમ! જોતિષના ઈન્દ્ર ચંદ્રની સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષની છે. હે ગૌતમ! પતિના ઈન્દ્ર જ્યોતિષના રાજા ચન્દ્રને આ દિવ્ય દેવઋદ્ધિ પૂર્વભવમાં ઉપાર્જિત તપ અને સંયમના કારણથી મળી છે.
હે ભદન્ત! ચન્દ્ર દેવ પિતાનું આયુષ્ય ભવ તથા પોતાની સ્થિતિના ક્ષય થઈ ગયા પછી ઍવીને કયાં જશે.
હે ગૌતમ! આયુ આદિ ક્ષય થઈ ગયા પછી આ ચન્દ્ર દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે.
સુધર્મા સ્વામી કહે છે –
હે જગ્ગ! આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના પ્રથમ અધ્યયનનું નિરૂપણ કર્યું છે.
ઇતિ પુપિતાનું પ્રથમ અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર